વિકાસ મામલે ભાજપ કોંગ્રેસ એક: અમદાવાદના ચંડોળા તળાવના વિકાસ માટે મેયર અને વિપક્ષના નેતાએ મુલાકાત લીધી, બે ફેઝમાં કામગીરી થશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 06-08-2022 | 05:01 pm

વિકાસ મામલે ભાજપ કોંગ્રેસ એક: અમદાવાદના ચંડોળા તળાવના વિકાસ માટે મેયર અને વિપક્ષના નેતાએ મુલાકાત લીધી, બે ફેઝમાં કામગીરી થશેઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદના પૂર્વ વિસ્તારનું સૌથી મોટા ચંડોળા તળાવના ડેવલોપમેન્ટને લઈને આજે ભાજપ સત્તાધીશો અને વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે તળાવની મુલાકાત લીધી હતી. ચંડોળા તળાવના બ્યુટીફીકેશનને લઈ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ચર્ચા કરી હતી. ચંડોળા તળાવને બે વિભાગમાં ડેવલોપ કરવા માટે થઈને વાત ચાલી રહી છે. જેમાં તળાવના જે વિસ્તારમાં પાણી અને વચ્ચે નાના ટાપુ જેવું છે ત્યાં બગીચો બનાવી વ્યવસ્થિત રીતે તળાવનો વિકાસ કરવામાં આવશે.ચંડોળા તળાવના ડેવલોપમેન્ટની વાતો ચાલી રહી છેજયારે બીજા ભાગમાં જે વિસ્તારમાં ઝુપડપટ્ટી છે તેનો થોડો ભાગ દૂર કરીને ખુલ્લા ભાગમાં વોકવે અને લાઇટીંગ કરીને તેનો વિકાસ કરવામાં આવશે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનર સાથે સ્થાનિક કોર્પોરેટર અને વિપક્ષના નેતા સજ્જાદ ખાન પઠાણ દ્વારા તળાવના વિકાસને લઇને મિટિંગ કરી અને ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવશે.વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું હતું કે દાણીલીમડા વિસ્તારમાં આવેલું સૌથી મોટું ચંડોળા તળાવ જેની છેલ્લા કેટલાય સમયથી ડેવલોપ કરવાની વાત ચાલી રહી છે.સત્તાધીશોએ આજે ચંડોળા તળાવની મુલાકાત લીધીઆજે મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ અને ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર શાહ સાથે ચંડોળા તળાવની મુલાકાત લીધી હતી. ચંડોળા તળાવનો વિકાસ કરવા માટે પ્લાનિંગ પણ આજે ભાજપના સત્તાધીશોને બતાવવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં કમિશનર સાથે બેઠક કરી ઝડપથી તળાવના બ્યુટીફીકેશનની કામગીરી શરૂ થશે.અગાઉના અનેક મેયર અને કોંગ્રેસના નેતાઓ પણ વિઝીટ કરી ચૂક્યા છે પરંતુ નક્કર પરિણામ આવ્યું નથી. ફરી એકવાર ભાજપના સત્તાધીશો અને વિપક્ષ દ્વારા એકસાથે ચંડોળા તળાવના વિકાસની કામગીરી કરવાની વાત છે ત્યારે ખરેખર કામગીરી થશે કે કેમ તેના પર સવાલ છે.

Google Follow Image

Latest News


  1. સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા: અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર
  3. હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર
  5. તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER