ભાજપનું હિન્દુ કાર્ડ: અમદાવાદમાં ભાજપની મહિલા ઉમેદવારના પ્રચાર માટે સત્યનારાયણની કથા, મહારાષ્ટ્રના સાંસદનો મહિલાઓ સાથે સંવાદઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-11-2022 | 07:01 pm

ભાજપનું હિન્દુ કાર્ડ: અમદાવાદમાં ભાજપની મહિલા ઉમેદવારના પ્રચાર માટે સત્યનારાયણની કથા, મહારાષ્ટ્રના સાંસદનો મહિલાઓ સાથે સંવાદઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો જોરસોરથી પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પાર્ટીના નેતાઓ પોતાના પાર્ટીના ઉમેદવારોના પ્રચારમાં પણ જોડાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ભાજપના મહિલા ઉમેદવારના સમર્થન માટે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કથાના માધ્યમથી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. ઠક્કરબાપા નગર વિધાનસભાના ભાજપના મહિલા ઉમેદવાર કંચનબેન રાદડિયાના સમર્થનમાં આજે ઠક્કરબાપાનગર વિસ્તારમાં આવેલા વિક્રમ બંગલોઝમાં સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઘાટલોડીયા વિસ્તારમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રચાર માટે પણ મહારાષ્ટ્રના સાંસદ પૂનમ મહાજન દ્વારા મહિલાઓ સાથે થલતેજ વિસ્તારમાં સંવાદ કરવામાં આવ્યો હતો.કંચનબેન રાદડિયાના સમર્થનમાં સત્યનારાયણની કથાવિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો લોકો સુધી પોતાનો પ્રચાર અલગ અલગ રીતે કરી રહ્યા છે. ડોર ટુ ડોર કેમ્પેઇનથી લઈ જાહેર સભા અને ગ્રુપ મિટિંગનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં મહિલા ઉમેદવારના પ્રચાર માટે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠક્કરબાપાનગર વિધાનસભાના ભાજપના ઉમેદવાર કંચનબેન રાદડિયાના સમર્થનમાં સત્યનારાયણની કથાનું આયોજન વિક્રમ બંગલોઝ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના પ્રમુખ અને કોઈમ્બતુરના મહિલા ધારાસભ્ય તેમજ ગુજરાત મહિલા પ્રદેશ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.પૂનમ મહાજનને ત્રણ દિવસની જવાબદારી સોંપાઈજ્યારે મુખ્યમંત્રીના ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં આજે નોર્થ-સેન્ટ્રલ મુંબઈના સાંસદ પૂનમ મહાજન દ્વારા મહિલાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. થલતેજના રત્નમણિ કોમ્પ્લેક્સમાં મહિલા સંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. પૂનમ મહાજને સરકાર દ્વારા ચલાવવામાં આવતી મહિલાઓની યોજના વિશે માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે બેરોજગારીની વાત લોકો કરતા જ નથી. કોગ્રેસ દેખાતી જ નથી. આમ આદમી ખાલી નામ છે. તેમના ખાસ આદમી જેલમાં સારવાર લઈ રહેલા છે. પૂનમ મહાજનને ઘાટલોડિયા મત વિસ્તારમાં ત્રણ દિવસની જવાબદારી સોંપાઈ છે. અહીંયા આ વખતની ચૂંટણીમાં ઇતિહાસ થવાનો છે. તેઓએ આજે સાંજે પણ બોપલ વિસ્તારમાં ડોર ટુ ડોર ફરી અને મુખ્યમંત્રી માટે પત્રિકા વેચી અને પ્રચાર કર્યો હતો.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER