આશીર્વાદ આપતો હાથી: જગન્નાથજીની રથયાત્રામાં પહેલીવાર ત્રણ વર્ષનો બલરામ હાથી જોડાશે, નાનાંથી લઈ મોટાંને માથા પર સૂંઢ મૂકીને આપે છે આશિષઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 05:01 pm

આશીર્વાદ આપતો હાથી: જગન્નાથજીની રથયાત્રામાં પહેલીવાર ત્રણ વર્ષનો બલરામ હાથી જોડાશે, નાનાંથી લઈ મોટાંને માથા પર સૂંઢ મૂકીને આપે છે આશિષઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદમાં ઐતિહાસિક જગન્નાથ યાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ખાસ કરીને આ રથયાત્રામાં હાથી આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. કોરોનાના બે વર્ષ પછી 145મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે ત્યારે આ વખતે 18 હાથી જોડાશે. આ 18માં બલરામ નામનો ત્રણ વર્ષનો હાથી પહેલીવાર જગન્નાથજીની રથયાત્રામાં જોડાશે. આ હાથી મહાવતનો કહ્યાગરો છે અને નાનાં બાળકોથી લઈ મોટેરાંના માથા પર સૂંઢ મૂકીને આશીર્વાદ આપે છે.કેરળથી આવ્યો છે બલરામકેરળમાં હાથીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. જગન્નાથજી મંદિર પાસે 17 જેટલા હાથી છે અને તેમાં એક આ બલરામનો ઉમેરો થયો છે. આ બલરામને કેરળથી લાવવામાં આવ્યો છે. તેનો મહાવત સરખી રીતે હિન્દી બોલી તે સમજી શકતો નથી પણ હાથીને આદેશ આપે કે, ''આશીર્વાદ દો...'' એટલે બલરામ માથા ઉપર સૂંઢ મૂકે. આ હાથી સમજુ એવો છે કે, જગન્નાથ મંદિરના ભક્ત રાજેન્દ્રભાઈ આહુજા જ્યારે તેને મકાઈ આપે તો સૂંઢથી મકાઈ તો લઈ લે પથી પગ પાસે મૂકીને સૂંઢેથી તેના પાન કાઢી નાંખે અને પછી મકાઈ મોઢાંમાં મૂકે. ભક્તો દર્શને આવે તો બલરામને લીલું ઘાસ ખવરાવે મહાવતે દૂર ઘાસ રાખ્યું હોય તો સૂંઢ લાંબી કરીને ઘાસનો પૂડો પોતાની પાસે ખેંચી લે અને ખાવા માંડે. આ હાથીને ભક્તો માટે ફાળવેલી પાર્કિંગની જગ્યામાં રાખવામાં આવ્યો છે. આ બલરામ અત્યારે દર્શને આવતા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે અને હવે 1 જુલાઈએ અષાઢી બીજે નીકળનારી રથયાત્રામાં પહેલીવાર બલરામ જોડાશે.1992માં હાથી ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા​અમદાવાદમાં 1992માં રમખાણ થયા ત્યારે હાથીઓ ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા અને રથયાત્રા વિનાવિઘ્ને પૂર્ણ થઈ હતી. રથયાત્રાના ઈતિહાસમાં હાથીનું અનેરું મહત્વ છે. કોઈપણ કાર્યમાં ભગવાન વિઘ્નહર્તા ગણેશ પ્રથમ હોય એટલે રથની આગળ ગણેશરૂપ હાથીને રખાય છે અને પછી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામ ભગવાનના રથ હોય છે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER