પુલ તૂટવાની ઘટના: મોરબી દુર્ઘટના મામલે સુપ્રીમમાં અરજી, સુઓમોટો સાથે ચલાવવા માગઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 04:10 am

પુલ તૂટવાની ઘટના: મોરબી દુર્ઘટના મામલે સુપ્રીમમાં અરજી, સુઓમોટો સાથે ચલાવવા માગઅમદાવાદકૉપી લિંકશેર

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં ભોગ બનનાર લોકોના પરિવારજનોને રૂ. 25 લાખ વળતર આપવા મામલે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીને હાઈ કોર્ટમાં સુઓમોટો સાથે ચલાવવા રજૂઆત કરવામાં આવી છે.ગુજરાત હાઈ કોર્ટે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટના અંગે સુઓમોટો અરજી કરી હતી, જેમાં રાજ્ય સરકાર, મોરબી નગરપાલિકા અને ઓરેવા ગ્રૂપના માલિકો સામે અને વેધક સવાલો કર્યા હતા. જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ હાજર રહેવા માટે આદેશ કર્યો હતો. આ અંગેની સુનાવણી ગુરુવારે યોજાવાની હોવાથી સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીને તેની સાથે સાંભળવા દાદ માગવામાં આવી છે, જેની સામે ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે રજિસ્ટ્રીમાં રજૂઆત કરવા આદેશ કર્યો હતો. મોરબી દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની બે અરજી અને સુઓમોટો અરજી કરવામાં આવી છે.એક અરજીમાં આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગ કરાઈ છે. જ્યારે બીજી અરજીમાં વળતરની રકમ 25 લાખ આપવા અને જવાબદારો સામે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. સુઓમોટો અરજીમાં સરકાર અને નગરપાલિકાની બેજવાબદારી અને વળતર સહિતની બાબતે સવાલો કરવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે, પુલ હોનારત કેસમાં આરોપીઓની જામીન અરજીની સુનાવણી દરમિયાન એફએસએલે રિપોર્ટ સબમિટ કર્યો હતો, જેમાં પુલનું રિનોવેશન ગુણવત્તાયુક્ત ન હોવાનું સામે આવ્યું હતું. રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આ સસ્પેન્શન બ્રિજનો મુખ્ય કેબલ કાટ લાગેલો હતો તથા લોખંડની એંગલો પણ ખરાબ થઈ ગઈ હતી.તેના જોઇન્ટ્સ પણ ત્રણ ઇંચ જેટલા ખૂલી ગયા હતા.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER