તૂટેલા સંબંધ ફરી બંધાયા: અમદાવાદમાં 30 વર્ષના યુવકને 15 વર્ષ મોટી મહિલા સાથે પ્રેમ થયો, મહિલા ગર્ભવતી થતાં યુવકે લગ્ન કરવાનો ઈનકાર કર્યોઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 12:01 pm

તૂટેલા સંબંધ ફરી બંધાયા: અમદાવાદમાં 30 વર્ષના યુવકને 15 વર્ષ મોટી મહિલા સાથે પ્રેમ થયો, મહિલા ગર્ભવતી થતાં યુવકે લગ્ન કરવાનો ઈનકાર કર્યોઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદમાં 30 વર્ષના યુવકે તેનાથી 15 વર્ષ મોટી ઉંમરની મહિલાની સાથે મિત્રતા કરી અને પ્રેમના નામે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેથી મહિલા ગર્ભવતી બની હતી. ગર્ભવતી થઈ હોવાની જાણ થતાની સાથે જ યુવકે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. મહિલા પોતાના પરિવાર સાથે યુવકના ઘરે લગ્નની વાત કરવા પહોંચી હતી તો યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે બંને પરિવારજનોએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ યુવક લગ્ન કરવા તૈયાર ન હતો. છેવટે મહિલાએ અભયમ હેલ્પલાઇનની મદદ લીધી હતી હેલ્પ લાઈનની ટીમ દ્વારા યુવકનું કાઉન્સેલિંગ કરીને સમજાવ્યો હતો.મહિલાને દોઢ મહિનાનો ગર્ભ રહ્યો હતોમહિલા હેલ્પલાઇન અભયમ 181 ને અમદાવાદના મેમનગર વિસ્તારમાંથી ફોન આવ્યો હતો કે મારાથી 15 વર્ષ નાનો મારો બોયફ્રેન્ડ લગ્ન કરવાની ના પાડે છે અને હું ગર્ભવતી છું જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ ત્યાં પહોંચી હતી. મહિલાએ અભયમની ટીમને જણાવ્યું હતું કે, આજથી છ મહિના પહેલા પોતે બીમાર હોવાથી હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે ચા કોફી આપવા માટે રાજુ નામનો યુવક આવતો હતો. તેણે મારી પાસે નંબર માગ્યો હતો. નંબર આપ્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. પ્રેમના નામે મહિલા સાથે રાજુએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાને દોઢ મહિનાનો ગર્ભ રહ્યો હતો જેની મહિલાએ તેના ભાભીને વાતચીત કરી હતી. જેથી તેઓએ પરિવારજનોને જાણ કરી હતી.પરિવારજનોએ મહિલાના લગ્ન પ્રેમી સાથે કરાવવા નક્કી કર્યુંપરિવારજનોએ મહિલાને તેના પ્રેમી સાથે લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. પરિવારજનો રાજુના ઘરે જઈ અને તેની સાથે લગ્નની વાતચીત કરવા નીકળ્યા હતા. મહિલાએ રાજુને ફોન કરી અને અમે તેના ઘરે લગ્નની વાત કરવા આવીએ છીએ એવું કહેતા તેણે ઝઘડો કર્યો હતો.તે છતાં પણ મહિલાના પરિવારજનો તેના ઘરે પહોંચ્યા હતા ત્યાં પહોંચતા જ રાજુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. રાજુના પરિવારજનો અને મહિલાના પરિવારજનોએ વાતચીત કરી હતી અને બંનેના લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું જોકે રાજુ લગ્ન કરવા તૈયાર ન હતો.મહિલા હેલ્પલાઈનની ટીમે સમાધાન કરાવ્યુંરાજુ કોઈપણ રીતે વાતચીત કરતો ન હતો જેથી હોસ્પિટલમાં કામ કરતો હતો ત્યાં મહિલા હેલ્પલાઇનની ટીમ પહોંચી હતી અને રાજુનું કાઉન્સેલિંગ કરીને તેને સમજાવ્યો હતો. રાજુ પોતે ખુશીથી લગ્ન કરવા તૈયાર થયો હતો અને પરિવાર સાથે બીજા દિવસે વાતચીત કરીશુ એમ કહ્યું હતું. બીજા દિવસે પણ મહિલા હેલ્પલાઇનની ટીમ તેમના ઘરે જઈ લગ્નની વાતચીત અંગે ચર્ચા કરતા રાજીખુશીથી તેઓનું સમાધાન થયું હતું. આમ ગર્ભવતી મહિલાને છોડી જનાર પ્રેમીને પરત જિંદગીમાં લાવી હેલ્પલાઇનની ટીમે સમાધાન કર્યું હતું.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER