ખળભળાટ: સતત બીજા દિવસે વહેલાલમાં સોલારની વધુ 1 પેનલની ચોરીદસ્ક્રોઈકૉપી લિંકશેર

Divya Bhaskar | 3 days ago | 24-09-2022 | 05:01 am

ખળભળાટ: સતત બીજા દિવસે વહેલાલમાં સોલારની વધુ 1 પેનલની ચોરીદસ્ક્રોઈકૉપી લિંકશેર

વહેલાલમાં શુક્રવારે સોલરપ્લાન્ટ થી ચાલતા ટ્યુબવેલની એક પેનલ ચોરાઈ હતી. હજુ શનિવારે દિવસે પોલીસે તપાસ હાથ ધરી હતી તે રાત્રેજ સતત બીજા દિવસે વધુ એક સોલાર પેનલ ચોરાતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.આમ 3 માસમાં એકજ ખેડૂતની ત્રીજી પેનલની સતત બીજા દિવસે ચોરી થતા વહેલાલમાં સોલાર પેનલથી ચાલતા અન્ય 11 ટ્યુબવેલ ખેડૂતોમાં ભય છવાયો છે. રાજ્ય સરકારની સૂર્યશકિત કિસાન યોજના અંતર્ગત વહેલાલ ગામમાં 12 ખેડૂતો પોતાના બોરવેલ સોલાર પેનલ પ્લાન્ટથી ચલાવે છે.શુક્રવારની રાત્રિએ તસ્કરો બ્રહ્માણી મંદિર પાસે આવેલ મુકેશભાઈ રાવજીભાઈ પટેલના 136 સોલાર પેનલોના સોલાર પ્લાન્ટમાંથી 1 સોલાર પેનલનું ચાલુ વીજ કનેક્શન ચાલાકી પૂર્વક કાપી ઉઠાંતરી કરી લઈ ગયા હતા.તેજ સોલરપ્લાન્ટ ની વધુ એક પેનલ ની શનિવાર રાત્રે સતત બીજીવાર અજાણ્યા તસ્કરો ત્રાટકી વધુ એક પેનલની ચોરી થઈ છે.શુક્રવારની ચોરીની ઘટના બાદ કણભા પોલીસને જાણ કરાતા શનિવારે બપોરે ઘટના સ્થળે તપાસ હાથધરી હતી.તપાસ દરમિયાન સોલાર પેનલ કંપનીના કર્મીઓ પણ ઉપસ્થિત રહેલ.સીસીટીવી કેમેરાનો અભાવ તેમજ ઘાસમાં તસ્કરના પગલાં શોધવા મુશ્કેલ હોવાથી પેનલ ચોરીના તસ્કરોનું પગેરું મળ્યું નથી કે ખેત માલિકને કોઈ પર શંકાપણ નથી.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER