'નાથ'ની સવારી માટે રથ તૈયાર: 72 વર્ષ જૂના ઐતિહાસિક રથમાં છેલ્લીવાર નગરચર્યાએ નીકળશે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજીના રથમાં નવા પૈડા નખાયાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 08:10 am

'નાથ'ની સવારી માટે રથ તૈયાર: 72 વર્ષ જૂના ઐતિહાસિક રથમાં છેલ્લીવાર નગરચર્યાએ નીકળશે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજીના રથમાં નવા પૈડા નખાયાઅમદાવાદકૉપી લિંકશેર

ભગવાન જગન્નાથની 145ની રથયાત્રાની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજીના રથની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે રથયાત્રા પહેલા રથનું પૂજન કર્યા બાદ તેનું સમારકામ શરૂ કરવામાં આવતું હોય છે. દર વર્ષે નાનું-મોટું સમારકામ કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે આ રથમાં ભગવાન છેલ્લીવાર નગરચર્યાએ નીકળવાના છે. આવતા વર્ષે નવા રથ લાવવામાં આવશે, ત્યારે રથયાત્રામાં બહેન સુભદ્રાજીના રથમાં નવા બે પૈડા લગાવવામાં આવશે. બાકીના ત્રણેય રથમાં નાનું-મોટું સમારકામ કરવામાં આવી રહ્યું છે.રથના ત્રણેય પિલર ઉપર વચ્ચે પટ્ટી મારવામાં આવીખલાસી કૌશલ ખલાસે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રથયાત્રામાં સુભદ્રાજીના રથના બે પૈડા બદલવામાં આવશે. નવા બે પૈડા લાવી અને નાખવામાં આવશે. ગત વર્ષે કોરોનાના કારણે એક વર્ષ રથયાત્રા નીકળી ન હતી. બીજા વર્ષે ઓછા લોકોની હાજરીમાં રથ નીકળ્યા ન હતા. વધારે વજન ન હતું અને ખાલી રથ જોડાયા હતા. ગત વર્ષે રથયાત્રામાં રથ ધ્રુજારી મારતા હતા જેથી તેમાં થોડી સમારકામની જરૂર હોવાથી ઉપર ભગવાન જ મુકવામાં આવે છે તેના ત્રણે પિલર ઉપર વચ્ચે પટ્ટી મારવામાં આવી છે. જેના કારણે રથ ધ્રુજારી મારશે નહીં.આવતી 146મી રથયાત્રામાં નવા રથમાં વિરાજમાન થશે 'નાથ'દરેક રથમાં છ જેટલા પૈડાં હોય છે. છેલ્લા ત્રણ દિવસથી રથયાત્રાના પૈડાનું સમારકામ તેમજ કલર કામ શરૂ થઈ ગયું છે. સુભદ્રાજીના રથના બંને પૈડા બદલી નાખવામાં આવ્યા છે. કારીગરો દ્વારા રથના પૈડાં બદલી અને ગ્રીસ લગાવવાની કામગીરી પુરી થઈ છે. આવતા વર્ષે 146મી રથયાત્રામાં નવા રથ આવશે જેનું લાકડું પણ મગાવી લેવામાં આવ્યું છે. 72 વર્ષ જુના આ રથને હવે જગન્નાથ મંદિરના ડેવલોપમેન્ટમાં મ્યુઝિયમ બનશે તેમાં મુકવામાં આવશે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER