Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 05:01 am
તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્કૂલોને ફાયર સેફટીને લઇને એનઓસી લેવા માટે જણાવવામાં આવ્યું હતું. શહેરની તમામ સ્કૂલોએએ ફાયરસેફટી માટે એનઓસી 30 જૂન પહેલા લઇ લેવાની રહે છે. શહેર ડીઇઓના જણાવ્યા અનુસાર શહેરની 20 કરતા વધારે સ્કૂલોએ હજુ એનઓસી ડીઇઓ કચેરીમાં જમા કરાવી નથી. સ્કૂલોને ફાયર એનઓસી લેવા વખતો વખત જાણ કરવા છતાં હજી પણ કેટલીક સ્કૂલોમાં ફાયર એનઓસી સબમિટ કરાવી નથી.આ અંગે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું કે અમારા રેકોર્ડ મુજબ હજુ 20થી વધુ સ્કૂલોએ ફાયર એનઓસી લઈને તેની કોપી સબમિટ કરાવી નથી. જ્યારે અમદાવાદ ગ્રામ્ય શિક્ષણાધિકારી આર.આર.વ્યાસે જણાવ્યું હતું કે અમારી હદમાં આવતી તમામ સ્કૂલોએ ફાયર એનઓસી મેળવી લીધી છે જેમની બાકી હતી તેમને પણ ફાયર એનઓસી લેવા અરજી કરી દીધી છે.ગુજરાત હાઈકોર્ટે ફાયર સેફ્ટીને લઈ કડક ટકોર કરી હતી.અમદાવાદમાં સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈને અધિકારીઓના મતોમાં તફાવત જોવા મળી રહ્યો છે. ફાયર ઓફિસરનું કહેવું છે કે, અમદાવાદમાં તમામ સ્કૂલો પાસે ફાયર એનઓસી છે. જ્યારે શહેરના શિક્ષણ અધિકારી એવું કહે છે કે, શહેરની 20થી વધુ સ્કૂલોએ હજુ ફાયર એનઓસીના સર્ટિફિકેટ જમા કરાવ્યા નથી. તેવીજ રીતે ગ્રામ્ય શિક્ષણ અધિકારીનું કહેવું છે કે, કેટલીક સ્કૂલોની ફાયર એનઓસી લેવાની ચાલી રહ્યું છે.