‘ક્લિન એનર્જી, ગ્રીન એનર્જી ’ પોલિસી: AMCની સોલાર ઇન્સેન્ટિવ તરીકે પ્રોપર્ટી ટેકસમાં 10 ટકા રાહતની યોજના નિષ્ફળ, 3 મહિનામાં માત્ર 52 લોકોએ કરી અરજીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 22-09-2022 | 12:01 am

‘ક્લિન એનર્જી, ગ્રીન એનર્જી ’ પોલિસી: AMCની સોલાર ઇન્સેન્ટિવ તરીકે પ્રોપર્ટી ટેકસમાં 10 ટકા રાહતની યોજના નિષ્ફળ, 3 મહિનામાં માત્ર 52 લોકોએ કરી અરજીઅમદાવાદકૉપી લિંકશેર

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ‘ક્લિન એનર્જી, ગ્રીન એનર્જી ’ પોલિસી અંતર્ગત સોલાર ઉર્જાનો વધારેમાં વધારે ઉપયોગ થાય તેવા પ્રયાસ કરાય છે. આ હેતુથી અમદાવાદમાં સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વીજ ખાતા તથા પ્રોપર્ટી ટેક્ષ ખાતાના સંયુક્ત રીતે ચાલુ વર્ષે એટલે કે 1 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 સુધી નવી સોલાર સિસ્ટમ લગાવનાર ટેક્સધારકને એક વર્ષ માટે અને એક જ વખત સોલાર ઇન્સેન્ટિવ તરીકે પ્રોપર્ટી ટેકસમાં 10 ટકા રાહત આપવાની યોજના નિષ્ફળ થઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં માત્ર 52 જેટલા લોકોએ આ યોજના માટે અરજી કરી છે અને જેમાં 22 લોકો જ આ યોજના માટે લાયક થતા તેઓ લાભ મેળવ્યો છે.સોલાર ઇન્સેન્ટિવ યોજનામાં શૈક્ષણિક સંસ્થાઓને 3 ટકા રાહતરેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે પાંચ મહિના પહેલા આ યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સ્વતંત્ર બંગલો ધરાવતાં રહેણાંક મકાનોમાં પ્રોપર્ટી ટેકસમાં 10 ટકા રાહત આપવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે, સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટી વગેરેને 3 ટકા રાહત આપવામાં આવશે. બંનેમાં સોલાર રૂફટોપ ઇન્સેન્ટિવ સ્કીમની શરતો પૂર્ણ થાય તો જ આ રાહત આપવામાં આવશે. આ ઉપરાંત ફલેટ જેવા ગ્રુપ હાઉસીંગ માટે વોર્ડ કક્ષાએ ઇનામ ઇન્સેન્ટિવ આપવામા આવશે.ત્રણ મહિનામાં માત્ર 52 લોકોએ જ કરી અરજીજોકે મે, જૂન અને જુલાઈ એમ ત્રણ મહિનામાં માત્ર 52 જેટલા લોકોએ જ આ યોજનાનો લાભ લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરી હતી. યોજના મુજબ કેટલાક નિયમો હેઠળ લાભ શકે છે જેથી 52 માંથી 30 જેટલી અરજીઓ નિયમ મુજબ લાયક ન હોવાથી કાઢી નાખવામાં આવી હતી. માત્ર 22 જેટલા જ લોકો લાયક ઠર્યા છે જેઓ લાભ લઇ શકશે. AMC દ્વારા જાહેર કરવામાં આવેલી આ યોજના સદંતર નિષ્ફળ ગઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું ટેક્સ વિભાગ આ યોજનાને લાગુ કરવામાં નિષ્ફળ ગયું છે. જોકે, તેના કેટલાક કારણો એવા પણ છે કે સોલાર સિસ્ટમ લગાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. તેમાં માત્ર 10 ટકા જ રીબેટ છે અને જે નજીવી રકમ હોય છે જેથી આવી નજીવી રકમનો લાભ લેવા માટે કોઈપણ વ્યક્તિ તૈયાર થયા નથી.સોલાર રૂફટોપ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન 1 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 સુધીમાં થયેલું હોવું જરૂરી છે. જે માટે રહેણાંક સોલાર રૂફટોપ સિસ્ટમમાં જોઇન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટની તારીખને માન્ય રાખવાની રહેશે. તેમજ શૈક્ષણિક સંસ્થાઓ માટે GEDA કમિશનિંગ સર્ટિફિકેટમાં દર્શાવેલી સિસ્ટમ કમિશનની તારીખ માન્ય રહેશે. જેથી જોઇન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટની તારીખ અને GEDA કમિશનિંગ સર્ટિફિકેટમાં દર્શાવેલી સિસ્ટમ મિશનની તારીખ આ જ સમયગાળા દરમિયાનની હોવી જરૂરી રહેશે. સોલાર સિસ્ટમ ઇન્સેન્ટિવ 1KW (1 કિલો વોટ) અથવા તેનાથી વધુ ક્ષમતાવાળી સોલાર સિસ્ટમને મળવા પાત્ર થશે. તેમજ સોલાર સિસ્ટમ બાબતે કોઇ ટેક્નિકલ પ્રશ્ન હશે, તો તે અંગે લાઇટ ખાતાનો અભિપ્રાય મેળવવાનો રહેશે.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER