ઠંડી: અમદાવાદમાં ડિસેમ્બરમાં ઠંડીનો પારો 12 ડિગ્રીએ પહોંચવા શક્યતાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 25-11-2022 | 05:01 am

ઠંડી: અમદાવાદમાં ડિસેમ્બરમાં ઠંડીનો પારો 12 ડિગ્રીએ પહોંચવા શક્યતાઅમદાવાદકૉપી લિંકશેર

ઉત્તર-પુર્વીય ઠંડા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યના 11 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો છે, પરંતુ મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થયો નથી. નવેમ્બરની 15 તારીખ પછી રાજ્યમાં ઠંડી ક્રમશ વધે છે, તેમ જ ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડી જોર પકડતી હોવાનું હવામાન વિશેષજ્ઞે જણાવી રહ્યાં છે.ડિસેમ્બરમાં શહેરમાં ઠંડીનો પારો 12 ડિગ્રીએ પહોંચી શકે છે. હવામાન વિભાગ મુજબ, ગુરુવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યના 11 શહેરોમાં ઠંડીનો પારો 14 ડિગ્રીથી નીચે પહોંચતા ઠંડકમાં વધારો થયો છે. રાજ્યમાં 11.9 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઇ છે. આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યમાં ક્રમશ ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે જણાવ્યું કે, મોટેભાગે રાજ્યમાં ડિસેમ્બર-જાન્યુઆરીમાં સૌથી વધુ ઠંડી પડતી હોય છે. ડિસેમ્બરની શરૂઆતની સાથે લઘુત્તમની સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાથી ઠંડીમાં વધારો થતો હોય છે.આ શહેરોમાં પારો 14 ડિગ્રીએ​​​​​​​

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER