ફરિયાદ: અમદાવાદમાં અરજી કર્યા બાદ પણ ચૂંટણી કાર્ડ ન મળ્યા હોવાની કંટ્રોલરૂમમાં અનેક ફરિયાદો મળીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 6 days ago | 25-11-2022 | 05:01 am

ફરિયાદ: અમદાવાદમાં અરજી કર્યા બાદ પણ ચૂંટણી કાર્ડ ન મળ્યા હોવાની કંટ્રોલરૂમમાં અનેક ફરિયાદો મળીઅમદાવાદકૉપી લિંકશેર

વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર અને જિલ્લામાં અરજી કરનાર તમામ 1.81 લાખ નાગરિકોને નવા ચૂંટણીકાર્ડ મળી ગયા હોવાનો અધિકારીઓ દાવો કરે છે. જેની સામે ઘણા નાગરિકો બાકી રહી ગયાની ચૂંટણી કર્મચારીઓથી લઇ કંટ્રોલરૂમમાં ફરિયાદો થઇ રહી છે. નવા ચૂંટણીકાર્ડમાં ભૂલો વધુ છે. અધિકારીઓ કહ્યું કે, ચૂંટણીકાર્ડમાં સુધારા-વધારા માટે 1950 પર ફોનથી માહિતી મેળવી ઓનલાઇન પ્રોસેસ કરી શકાશે. બીજીતરફ મતદારોનો આંકડો 60 લાખથી વધુ છે. ચૂંટણીના વર્ષમાં ચૂંટણીકાર્ડ માટે નાગરિકો વધુ અરજી કરતા હોય છે. આ વખતે 1,81,498 જેટલી ચૂંટણીકાર્ડ મેળવવા અરજી કરાઇ હતી. તમામ અરજીઓનો નિકાલ કરી દેવાયો છે. અધિકારીઓના મતે તમામને નવા ચૂંટણીકાર્ડ મળી ગયા છે, પરંતુ હજી પણ શહેરના ઘણા નાગરિકોને કાર્ડ મળ્યા નહીં હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા કંટ્રોલરૂમમાં અને અધિકારીઓ સમક્ષ ચૂંટણીકાર્ડ નહીં મળ્યું નહીં હોવાની ફરિયાદો થઇ રહી છે, ત્યારે અધિકારીઓ ચૂંટણીકાર્ડ મળી ગયા હોવાનો દાવો કરે છે. જોકે ચૂંટણીકાર્ડ નહીં હોય તો પણ નાગરિકો અન્ય પુરાવાના આધારે મતદાન કરી શકશે.ચૂંટણીકાર્ડ વગર અન્ય 12 જેટલા પુરાવા માન્યમતદાન સમય ચૂંટણી કાર્ડ ના હોય તો મતદારો પોતાની પાસે રહેલા આધાર કાર્ડ, મનરેગાનું જોબકાર્ડ, બેંક-પોસ્ટ ઓફિસની ફોટો સાથેની પાસબુક, હેલ્થ ઇન્સ્યોરન્સ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, સરકારી કંપનીઓએ કર્મચારીઓને ઇશ્યૂ કરેલા ફોટો ઓળખપત્રો, ભારત સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા યુનિક ડિસએબિલિટી આઇડી કાર્ડ પૈકી કોઈ પણ એક પુરાવો રજૂ કરી શકાશે

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER