ફરિયાદ: સાબરમતી આશ્રમ પુન: સ્થાપન કમિટીના સભ્યોની કામગીરી રોકી તેમને માર મારવાની ધમકી અપાઈઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 06:10 am

ફરિયાદ: સાબરમતી આશ્રમ પુન: સ્થાપન કમિટીના સભ્યોની કામગીરી રોકી તેમને માર મારવાની ધમકી અપાઈઅમદાવાદકૉપી લિંકશેર

સાબરમતી આશ્રમ પુન: સ્થાપના અંગે બનાવવામાં આવેલી કમિટીના સભ્યો આશ્રમ વિસ્તારમાં રહેતા કુટુંબના સભ્યોની મુલાકાતે ગયા, ત્યારે એક સ્થાનિક રહીશે ટીમની મહિલા સહિત સભ્યોને ગાળો બોલી ગેર વર્તણૂક કરીને ટીમની કામગીરી રોકી દીધી હતી. આટલું જ નહીં આશ્રમવાસીઓની સાથે મળીને ટીમ સાથે મારઝૂડ કરવાની તેમજ હુમલાની ધમકી આપી હતી. જેથી સર્કલ ઓફિસરે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.સાબરમતી આશ્રમ વિસ્તારમાં વસવાટ કરતા કુટુંબોના પુન: સ્થાપના અંગેની કામગીરી કરવા માટે રાજ્ય સરકારે એડવાઈઝરી અને એક્ઝિક્યુટીવ કમિટી બનાવી છે. આ કમિટીના સભ્યો પૈકી સિટી પ્રાંત અધિકારી જે.બી. દેસાઈ, સીટી મામલતદાર વસંતકુંવરબા એ. પરમાર, વાડજના તલાટી મનીષાબેન અને દર્શિતભાઈ તેમજ સર્કલ ઓફિસર કૌશિકકુમાર ચંદ્રકાંતભાઈ સોલંકી બુધવારે સાંજે 6 વાગ્યે આશ્રમમાં વસવાટ કરતા કુટુંબની મુલાકાત માટે ગયા હતા. તેઓ પંડિતજીની ચાલી વિસ્તારમાં બાબુભાઈ પટેલના મકાન પાસે ઉભા રહી પુન: સ્થાપન વિશે વાત કરી રહ્યા હતા, ત્યારે શિરીષભાઈ ડાભી ત્યાં બાઈક લઈને આવ્યા હતા.શિરીષભાઈએ કમિટીના મેમ્બરો સાથે ગાળાગાળી કરી, અસભ્ય વર્તન કરી લોકોને ઉશ્કેરતા હતા અને સરકારી કામગીરીમાં અડચણ ઉભું કરી રહ્યાં હતાં. આટલું જ નહીં તેમણે ટીમના સભ્યોને ધમકી આપી હતી કે તમે અહીંથી જતા રહો નહીં તો આશ્રમવાસીઓની સાથે મળીને તમને માર મારીશું. જેથી ટીમ કામગીરી અધૂરી મૂકી કલેક્ટર કચેરી પરત ફરી હતી. આ અંગે કૌશિકભાઈ સોલંકીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં શિરીષભાઈ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER