વિવાદ: 1280 જગ્યા સામે 2 હજાર MBBS પાસ થયા, ફરજિયાત એક વર્ષની ઇન્ટર્નશિપ છતાં હાજર થતા નથીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 05:01 am

વિવાદ: 1280 જગ્યા સામે 2 હજાર MBBS પાસ થયા, ફરજિયાત એક વર્ષની ઇન્ટર્નશિપ છતાં હાજર થતા નથીઅમદાવાદકૉપી લિંકશેર

રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં એમબીબીએસ કરતા ડોક્ટરો માટે 3 વર્ષ સુધી સરકારી હોસ્પિટલમાં તબીબી ફરજ બજાવવાની જોગવાઇ કરવામાં આવી છે, જે એમબીબીએસ ડોક્ટર તબીબી ફરજ બજાવવા ન માગતા હોય તેમણે રૂ. 10 લાખની રકમનો બોન્ડ રાજય સરકારમાં જમા કરાવવાની હોય છે. રાજ્યમાં 1280 ખાલી જગ્યા સામે 2 હજાર જેટલા એમબીબીએસ ડોકટરો ચાલુ વર્ષે ફરજ માટે તૈયાર છે છતાં ડોક્ટરો હાજર થતા ન હોવાની ફરિયાદ ઊઠતાં રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય બની છે.ગુજરાત સરકાર દ્વારા એમબીબીએસના ડોક્ટરો માટે ત્રણ વર્ષ અને એમબીબીએસ પછી એમડી, એમએસ કરતા પોસ્ટ ગ્રેજ્યુએશન ડોકટરો માટે અભ્યાસક્રમ પુરો કર્યા પછી 1 વર્ષ માટે સરકારી હોસ્પિટલમાં તબીબી સેવા બજાવવાની હોય છે. એમબીબીએસ કર્યા પછી 3 વર્ષની તબીબી સેવા ન કરવી હોય તો રૂ. 10 લાખની પેનલ્ટી છે, જ્યારે પીજી કરતા ડોક્ટરો માટે 1 વર્ષની તબીબી સેવા ન બજાવવી હોય તો રૂ. 3 કરોડની પેનલ્ટી છે.આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી હોસ્પિટલમાં 1280 તબીબોની જરૂરિયાત છે, જેની સામે 2 હજાર ડોક્ટરો પાસ થયા છે. રાજ્યની સરકારી હોસ્પિટલમાં જેટલી ખાલી જગ્યા છે, તેના કરતાં વધારે ડોકટરો પાસ થયા છે. આમ છતાં આ બે હજાર જેટલા ડોક્ટરો સરકારી હોસ્પિટલમાં સમયસર હાજર થઇ રહ્યા નથી. કેટલાક કિસ્સામાં તો મોડા હાજર થતા ડોકટરોને પણ આવકારવા સરકાર તૈયાર છે, પણ ડોક્ટરો હાજર થતા નથી.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER