Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 08:01 pm
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 947 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1198 દર્દી સાજા થયા છે. તો અમદાવાદ શહેર, ગાંધીનગર શહેર અને મોરબી જિલ્લામાં 1-1 દર્દી મળી કુલ 3નાં મોત થયાં છે. અમદાવાદમાં 315 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ સુધરીને 98.65 ટકા થયો છે.5995 એક્ટિવ કેસ, 22 દર્દી વેન્ટિલેટર પરરાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 58 હજાર 581ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 975 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 42 હજાર 561 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 5995 એક્ટિવ કેસ છે, 22 દર્દી વેન્ટિલેટર પર છે અને 5970 દર્દીઓની હાલત સ્થિર છે.ઓગસ્ટ મહિનામાં 5 દર્દીના મોતઆજે 5 ઓગસ્ટે અમદાવાદ શહેર-મોરબી અને ગાંધીનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં છે, 4 ઓગસ્ટે ભાવનગર શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું, 1 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું, જ્યારે 1લી જુલાઈએ વલસાડમાં અને 4 જુલાઈએ મહેસાણામાં 1-1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં એક સપ્તાહ બાદ 12 જુલાઈએ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. ત્યારબાદ 14 જુલાઈએ અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું. 15 જુલાઈએ અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા. 16 જુલાઈએ રાજકોટ જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. 21મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થયાં હતાં. 22મી જુલાઈએ અમદાવાદ શહેર, સુરત શહેર અને ભાવનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 23મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત નોઁધાયું હતું. 25મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 અને અરવલ્લી જિલ્લામાં 1 દર્દીનું મોત થયું હતું. 26મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 28મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 29મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 3 દર્દીનું મોત થયાં હતાં. 30મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીનાં મોત થયા હતા.1 જુલાઈથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓરાજ્યમાં કુલ 1259528 કેસ, 10975 દર્દીનાં મોત અને 1242561 દર્દી ડિસ્ચાર્જ