કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 416 નવા કેસ નોંધાયા, સુરતમાં 90 અને અમદાવાદમાં તેના ડબલ કેસ આવ્યાઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 08:01 pm

કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 416 નવા કેસ નોંધાયા, સુરતમાં 90 અને અમદાવાદમાં તેના ડબલ કેસ આવ્યાઅમદાવાદકૉપી લિંકશેર

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 1900ને પાર થઈ ગયો છે અને એક્ટિવ કેસ 1927 થયા છે. રાજ્યમાં સતત 2 દિવસથી 400થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 416 કેસ નોંધાયા છે. જ્યારે 230 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.95 ટકા થયો છે. તો સતત આઠમા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે.રાજ્યમાં 1927 એક્ટિવ કેસરાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 28 હજાર 909ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 16 હજાર 036 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1927 એક્ટિવ કેસ છે, 4 દર્દી વેન્ટિલેટર પર છે અને 1923 દર્દીઓની હાલત સ્થિર છે.સતત 2 દિવસથી 400થી વધુ નવા કેસરાજ્યમાં સતત બીજા દિવસે 400થી વધુ નવા કેસ નોંધાયા છે. 22મી જૂને 407 કેસ નોંધાયા હતા. આ પહેલા 16 જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 244 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 17 જૂને 225, 18 જૂને 234, 18 જૂને 244, 19 જૂને 217 અને 20 જૂને 226 નવા કેસ નોધાયા છે. અગાઉ 26 ફેબ્રુઆરીએ ત્રીજી લહેરના અંતમાં 230 કેસ હતાં.જૂન મહિનામાં 2 દર્દીના મોતરાજ્યમાં 15 જૂને ચાર દિવસ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. આ પહેલા 10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો.20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.1 મેથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓરાજ્યમાં કુલ 1228909 કેસ અને 10946 દર્દીનાં મોત અને 1216036 દર્દી ડિસ્ચાર્જ

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER