કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં છેલ્લા 24 કલાક 965 નવા કેસ સામે એક પણ મોત નહીં, 928 દર્દી રિકવરઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 06-08-2022 | 09:01 pm

કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં છેલ્લા 24 કલાક 965 નવા કેસ સામે એક પણ મોત નહીં, 928 દર્દી રિકવરઅમદાવાદકૉપી લિંકશેર

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 965 નવા કેસ નોંધાયા છે. જ્યારે 928 દર્દી સાજા થયા છે.. અમદાવાદમાં 315 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.65 ટકા પર સ્થિર રહ્યો છે.6029 એક્ટિવ કેસ, 18 દર્દી વેન્ટિલેટર પરરાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 60 હજાર 493ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 975 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 43 હજાર 489 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 6029 એક્ટિવ કેસ છે, 18 દર્દી વેન્ટિલેટર પર છે અને 6011 દર્દીઓની હાલત સ્થિર છે.ઓગસ્ટ મહિનામાં 5 દર્દીના મોતઆજે 5 ઓગસ્ટે અમદાવાદ શહેર-મોરબી અને ગાંધીનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં છે, 4 ઓગસ્ટે ભાવનગર શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું, 1 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું, જ્યારે 1લી જુલાઈએ વલસાડમાં અને 4 જુલાઈએ મહેસાણામાં 1-1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં એક સપ્તાહ બાદ 12 જુલાઈએ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. ત્યારબાદ 14 જુલાઈએ અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું. 15 જુલાઈએ અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા. 16 જુલાઈએ રાજકોટ જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. 21મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થયાં હતાં. 22મી જુલાઈએ અમદાવાદ શહેર, સુરત શહેર અને ભાવનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 23મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત નોઁધાયું હતું. 25મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 અને અરવલ્લી જિલ્લામાં 1 દર્દીનું મોત થયું હતું. 26મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 28મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 29મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 3 દર્દીનું મોત થયાં હતાં. 30મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીનાં મોત થયા હતા.1 જુલાઈથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓરાજ્યમાં કુલ 1260493 કેસ, 10975 દર્દીનાં મોત અને 1243489 દર્દી ડિસ્ચાર્જ

Google Follow Image

Latest News


  1. સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા: અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર
  3. હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર
  5. તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER