Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 10:01 pm
રાજ્યમાં આજે કોરોનાના કેસો 400ને પાર થઈ ગયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 207 કોરોનાના કેસો નોંધાયા છે. શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં કોરોના સંક્રમણ વધ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા RTPCR અને રેપિડ ટેસ્ટમાં વધારો કરાયો છે અને અત્યાર સુધીમાં કોરોનાના 1,000 જેટલાં એક્ટિવ કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે. જોકે, તે પૈકી ફક્ત 30 જેટલાં દર્દીઓને જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરાયા છે.શહેરના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. લોકોને ફરી એકવાર જે રીતે માસ્ક પહેરવા માટે જાગૃત કરવાની જરૂર છે તેની કાર્યવાહી કરાતી નથી. જો આ રીતે લોકોને ફરી એકવાર જાગૃત નહીં કરવામાં આવે તો આ કોરોનાના કેસો વધી શકે છે.હાલ રોજ 2500 ટેસ્ટ કરાય છેખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારમાં જોધપુર, થલતેજ, બોપલ, બોડકદેવ, સાબરમતી, ચાંદખેડા અને પૂર્વ વિસ્તારમાં મણિનગર અને વટવામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કાલુપુર રેલ્વે સ્ટેશન અને ગીતામંદિર એસ.ટી સ્ટેન્ડ ખાતે તેમજ તમામ સી.એચ.સી અને યુ.એચ.સી, હોસ્પિટલો વગેરે જગ્યાએ કોરીના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. હાલ દરરોજ લગભગ 2500 જેટલા કોરોના ટેસ્ટ થઇ રહ્યા છે અને આગામી દિવસોમાં 3500 ટેસ્ટ કરવામાં આવશે. હાલ એક્ટિવ કેસ પૈકી મોટાભાગનાં દર્દી ઘરે જ સારવાર હેઠળ છે.કયા વિસ્તારમાં નવા કેસ