Divya Bhaskar | 1 week ago | 23-06-2022 | 05:01 am
કોરોનાથી થતા મોત અને કોરોનાની ઘાતકતા ઘટાડવા માટે સરકારે રસીકરણ અભિયાન ચલાવ્યું હતું. તેમ છતાં હજુ કેટલાક લોકો કોરોનાને ગંભીરતાથી લેતા નથી. સિવિલ હોસ્પિટલમાં એક 26 વર્ષીય મહિલાને કોરોના થતાં દાખલ કરવામાં આવી છે. જેને રસીનો એકપણ ડોઝ લીધો નથી. આ મહિલા દર્દી સાથે અન્ય એક મળીને કુલ બે કોરોના પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.સિવિલના સુપરિટેન્ડેન્ટ ડો. એમ. એમ. પ્રભાકર જણાવે છે કે, 1200 બેડમાં એક રેસિડેન્ટ ડોકટર સહિત ચાર દર્દી દાખલ થયાં છે. જેમાંથી બે દર્દી સ્વસ્થ થતાં તેમને રજા અપાઇ છે. બાપુનગરના એક 65 વર્ષીય વ્યક્તિની સાથે એક 26 વર્ષીય મહિલા દર્દી મળીને બે દર્દી સારવાર હેઠળ છે.અહીં સંક્રમણ વધુ