અસલી બોટલમાં નકલી દારૂ: અમદાવાદના સેટેલાઈટમાં મોંઘી બ્રાન્ડનો ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, એકની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 12:01 pm

અસલી બોટલમાં નકલી દારૂ: અમદાવાદના સેટેલાઈટમાં મોંઘી બ્રાન્ડનો ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ, એકની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાતમાં દારૂબંધીની વાત હવે નવી નથી. રાજ્યમાં હવે મોંઘી બ્રાન્ડના દારૂનું વેચાણ પણ વધી રહ્યું છે. અમદાવાદ જેવા શહેરમાં સ્કોચ,વોડકા જેવી બ્રાન્ડનો ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે બુટલેગરો કેમિકલ મિક્સ કરીને સ્કોચ જેવી બ્રાન્ડનો દારૂ તૈયાર કરતા હતાં. શહેરના માણેકબાગ વિસ્તારમાં એક ફ્લેટમાં બનાવટી દારૂ બનાવામાં આવતો હતો. જેના પર PCBએ રેડ કરીને ડુપ્લિકેટ દારૂનું રેકેટ ઝડપી પાડ્યું છે.માણેકબાગ પાસેના એપાર્ટમેન્ટમાં દારૂ બનાવાતોઅમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં બ્લેક લેબલ, ટીચર્સ, હાઈલેન્ડર, અબસુલેટલ, વોડકા કે પછી કોઈ પણ પ્રીમિયમ બ્રાન્ડનો દારૂ મળી જતો હતો. માણેકબાગ વિસ્તારમાં જ તેનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ભેજાબાજ બુટલેગરો ભેગા મળીને સસ્તા દારૂમાં કેમિકલ, કલર અને અન્ય નશીલી ચીજો ભેળવીને સ્કોચની બોટલમાં ગણતરીની મિનીટોમાં સીલ પેક કરીને ગ્રાહકને ડિલિવરી આપતાં હતાં. ગ્રાહકે ભલે મોંઘો વિદેશી દારૂ આ વિસ્તારમાંથી મંગાવ્યો હોય પણ તેમાં હલકી ગુણવત્તાનો 200 રૂપિયા વાળો જ દારૂ હોય.પોલીસે એકની ધરપકડ કરી બે વોન્ટેડઅમદાવાદ PCBએ માણેકબાગ પાસે આવેલા અભિલાસ એપાર્ટમેન્ટના S2 ફ્લેટમાં રેડ કરી હતી. PCBને મળેલી બાતમી પ્રમાણે ત્યાં દારૂનો જથ્થો હતો. રેડ દરમિયાન પોલીસ ફ્લેટમાં ગઈ ત્યારે ફ્લેટમાં અંદરનો નજારો કંઈક જુદો જ હતો. આ ફ્લેટમાં દારૂનું રીતસર બનાવટી ઉત્પાદન કરવામાં આવતું હતું. પોલીસે આ જગ્યાએથી કુણાલ મચ્છરની ધરપકડ કરી છે. જ્યારે તેની સાથે જોડાયેલા અભિષેક મોદી અને ધર્મેશ કાચો વોન્ટેડ છે.દારૂ બનાવવાની ચીજવસ્તુઓ મળી આવીઅહીં આરોપીઓ પાસેથી અલગ અલગ બ્રાન્ડની ખાલી બોટલ ,પ્રીમિયમ બ્રાન્ડના સ્ટીકર ,તેમજ ડુપ્લીકેટ દારૂ બનાવવા તેમાં મિક્સ કરવા અને રી પેકેજીંગ કરવાની વસ્તુઓ મળી આવી હતી. આ બધાનો ઉપયોગ બનાવટી દારૂ બનાવવા માટે થતો હતો. હાલ PCBએ પકડાયેલા આરોપી પાસેથી કેટલો દારૂ અત્યાર સુધી વેચ્યો તેની મોડ્સ ઓપરેન્ડી શુ હતી અને તેના ગ્રાહક કોણ હતા તે જાણવા પ્રયાસ શરૂ કર્યા છે.

Google Follow Image

Latest News


  1. પ્રોજેક્ટમાં ફેરફાર: નરોડા-મુઠીયા ગામથી ઘોડાસર સુધીની 22 કિમી ખારીકટ કેનાલને હવે ઢાંકી દેવાશેઅમદાવાદકૉપી લિંકશેર
  2. અમદાવાદ પોલીસની બહાદુરી: એસ.જી હાઈવે પર ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પોલીસે રાજકોટથી અપહરણ કરાયેલા યુવકને છોડાવ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. AMCમાં ટેક્સ કૌભાંડ: કોર્પોરેશનમાં ફરજ બજાવતી બે મહિલા કર્મચારીના ID-પાસવર્ડનો ઉપયોગ કરી રૂ.2.39 કરોડનું કૌભાંડ આચરાયુંઅમદાવાદકૉપી લિંકશેર
  4. સ્ટાર્ટઅપ રેકિંગ 2021: દેશભરમાં સતત ત્રીજીવાર ગુજરાત છવાયું, સ્ટાર્ટઅપમાં 'બેસ્ટ પરફોર્મર સ્ટેટ' બન્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  5. સરકારનું દેશપ્રેમ અભિયાન: ગુજરાતના 1 કરોડથી વધુ ઘર પર તિરંગો લહેરાશે, 11 ઓગસ્ટથી સરકારનું હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ થશેઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER