ગાય પહેલા માળેથી કૂદી: ઢોર પાર્ટીને જોઈને ગાય ઘરના પહેલા માળે ઘૂસી, પકડવા ગયા તો ભૂસકો માર્યોઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 23-09-2022 | 05:01 am

ગાય પહેલા માળેથી કૂદી: ઢોર પાર્ટીને જોઈને ગાય ઘરના પહેલા માળે ઘૂસી, પકડવા ગયા તો ભૂસકો માર્યોઅમદાવાદકૉપી લિંકશેર

મ્યુનિ.ની ઢોર પકડ પાર્ટીની 7 ટીમ ગોમતીપુર પોલીસ સ્ટેશનની સામે ગુરુવારે સવારે પહોંચી ગઈ હતી. ટીમોને જોઈ એક ગાય બે માળના એક મકાનના પહેલા માળે ચઢી ગઈ હતી. ટીમનો એક સભ્ય ગાય પાછળ લાકડી લઈ પહોંચી ગયો હતો. જો કે, ગાયને પાછા ફરવાની જગ્યા ન દેખાતાં તેણે પહેલા માળેથી ભૂસકો મારતાં ચારેય પગ અને માથામાં ગંભીર થઈ હતી. ગાયને બહેરામપુરામાં ઢોરવાડામાં સારવાર માટે લઈ જવામાં આવી છે.મંગળવારે મોડી રાત્રે આ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી મ્યુનિ.ની ટીમ પર કેટલાક લોકોએ તલવારથી હુમલો કરતાં એકને ઈજા થઈ હતી. એ પછી ગુરુવારે આ જ સ્થળે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. મ્યુનિ.ની ટીમોએ આ વિસ્તારમાંથી 56 ગાયને ડબે પૂરી હતી. ગુરુવારે શહેરમાં રસ્તે રખડતાં 102 ઢોર પકડાયા હતા.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER