ગુનેગારો બેફામ: અમદાવાદમાં ઉછીના આપેલા પૈસા પરત માગતાં યુવક પર છરીથી હુમલો, પોલીસે 2 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યોઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 06-08-2022 | 02:01 pm

ગુનેગારો બેફામ: અમદાવાદમાં ઉછીના આપેલા પૈસા પરત માગતાં યુવક પર છરીથી હુમલો, પોલીસે 2 લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યોઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાના સરેઆમ ધજાગરા ઊડી રહ્યા છે. શહેરમાં અસામાજિક તત્ત્વોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. નજીવી બાબતની તકરારમાં છરીથી હુમલાના બનાવો પણ સામે આવી રહ્યા છે. બાપુનગરમાં યુવકે ઉછીના આપેલા પૈસા પરત માગતા 2 શખસે તેની સાથે તકરાર કરી છરીથી હુમલો કરી ફરાર થઈ ગયા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ મામલે બાપુનગર પોલીસે બે યુવક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી.યુસુફ ટકલો અને યુસુફ બટલો બન્ને ઉશ્કેરાઈ ગયાશહેરના રખિયાલ વિસ્તારમાં રહેતા મોહંમદ આરિફ ઉર્ફે આરિફ લંગડા ખુરેશીએ યુસુફ ટકલા અને યુસુફ બટકા સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરિફ પરિવાર સાથે રહે છે અને ભરતકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરુવારે બપોરે બે વાગ્યાની આસપાસ બાપુનગર અંસારનગર ખાતે મિત્ર યુસુફ બટકાને મળવા માટે ગયો હતો. ત્યારે ત્યાં યુસુફ ટકલો પણ હાજર હતો. તેમની સાથે મોહંમદ આરિફે સિગારેટ પીધી હતી. બાદમાં યુસુફ ટકલાને આપેલા 8000 રૂપિયા મોહંમદ આરિફે પરત માગ્યા હતા. ત્યારે યુસુફ ટકલો અને યુસુફ બટલો બન્ને ઉશ્કેરાઇ ગયા હતા.બન્ને ગાળો બોલી માર મારવા લાગ્યા હતાત્યાર બાદ બન્ને ગાળો બોલી માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન યુસુફ ટકલાએ તેની પાસેથી છરી કાઢી હતી અને હુમલો કર્યો હતો, જેથી પેટની નાભીના ભાગે મોહંમદ આરિફને છરી વાગી ગઇ હતી. જ્યારે બીજો ઘા છાતીના ભાગે વાગ્યો હતો તેથી મોહમદ આરીફ લોહીલુહાણ થઇ ગયો હતો. આ સમયે યુસુફ બટકાએ છરીથી કોણીના ભાગે હુમલો કર્યો હતો, જેથી મોહંમદ આરીફ ત્યાંથી ભાગ્યો હતો. બીજી તરફ બૂમાબૂમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા, જ્યારે લોહીલુહાણ હાલતમાં મોહંમદ આરિફ નીચે પટકાયો હતો. તેને 108 મારફત શારદાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. બીજી તરફ બાપુનગર પોલીસે ગુનો નોંધી CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Google Follow Image

Latest News


  1. સાસરિયાંનો ત્રાસ: અજાણ્યા નંબરથી ફોન આવતાં દિયરે વેશ્યા કહી ભાભીને કાઢી મૂકી, દીકરીના જન્મ બાદ પતિએ દહેજમાં ઘર માગ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. નકલી માર્કશીટને અસલી બનાવી UK મોકલાતા: અમદાવાદમાં ભેજાબાજો 10 રૂપિયામાં નકલી માર્કશીટને અસલી બનાવી દેતા, લાખો પડાવી વિદેશ મોકલનારા 3ની ધરપકડઅમદાવાદકૉપી લિંકશેર
  3. હત્યાનો બનાવ: અમદાવાદમાં રક્ષાબંધનના દિવસે બે વ્યક્તિઓના ઝગડામાં વચ્ચે પડેલા યુવકને છરીના ઘા મારી રહેંસી નાંખ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ESICની હોસ્પિટલ માટેની જમીન શાંતિપુરા, સનાથલ સર્કલની જગ્યા ફાળવવા માગણીબાવળાકૉપી લિંકશેર
  5. તિરંગા યાત્રા: ધોળકામાં ભાજપ દ્વારા તિરંગા યાત્રા નીકળી: દેશભક્તિનો જુવાળ ઉમટ્યોધોળકાકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER