Divya Bhaskar | 1 month ago | 01-12-2022 | 06:10 am
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું આજે મતદાન યોજાઈ રહ્યું છે. સરકારી તંત્રથી લઈને રાજકિય પક્ષો પણ વધુમાં વધુ મતદાન કરે તે માટે પ્રયત્ન કરતા હોય છે. આપણે મતદાન નહીં કરીએ તો શું ફેર પડશેની માનસિકતા ધરાવતા લોકોને એક વોટની કિંમત સમજાવવા માટે આ વીડિયો કામનો છે. ચૂંટણી પ્રચાર સમયે એક વડીલ સ્ટેજ પર પહોંચી ગયા અને અનોખી સ્ટાઈલથી ત્યાં હાજર દરેક જણને એક મતની કિંમત સમજાવી હતી. નાના પાટેકરની સ્ટાઈલમાં એક મતની કિંમત સમજાવતો લાંબોલચક ડાયલોગ ફટકારીને તેમણે વાહવાહી પણ મેળવી લીધી. શું છે તમારા મતની કિંમત એ હટકે સ્ટાઈલમાં જાણવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને માણો આજની DB REELS.