એકતા સમિતિની બેઠકમાં નિર્ણય: રથયાત્રામાં દ્વેષપૂર્ણ સૂત્રોચ્ચારો ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સૂચન; દરેક ટ્રકમાં 4થી 5 પોલીસ રાખવીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 05:10 am

એકતા સમિતિની બેઠકમાં નિર્ણય: રથયાત્રામાં દ્વેષપૂર્ણ સૂત્રોચ્ચારો ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સૂચન; દરેક ટ્રકમાં 4થી 5 પોલીસ રાખવીઅમદાવાદકૉપી લિંકશેર

ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર થાય તે માટે મેયર કિરીટ પરમારની અધ્યક્ષતામાં એકતા સમિતિની બેઠકનું આયોજન થયું હતું. એક્તા સમિતિની બેઠકમાં હાજર એક પ્રતિનિધિએ રજૂઆત કરી હતી કે, ગત વર્ષે જે રીતે ભક્તોને કૂતરાં તેમ જ ગાય રથયાત્રા દરમિયાન આવી ન જાય તે સુનિશ્ચિત કરવામાં આવે.તે ઉપરાંત રથયાત્રામાં જોડાયેલી ટ્રકમાંથી અન્ય ધર્મ પ્રત્યે દ્વેષપૂર્ણ સૂત્રોચ્ચારો ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચન કરાયું હતું. બીજી તરફ અન્ય એક પ્રતિનિધિ દ્વારા એવી પણ રજૂઆત કરાઈ હતી કે, ઘી કાંટામાં રથ પહોંચતાં જ તેને દોડાવવામાં આવે છે, જેથી ભક્તો યોગ્ય દર્શન કરી શકતાં નથી, ત્યારે ત્યાં પણ શાંતિપૂર્ણ રીતે પસાર થાય અને અન્ય ટ્રક વિખૂટી ન પડે તે પણ જોવું જોઇએ.મેયરે જણાવ્યું હતું કે, તમામ શહેરીજનોની સદભાવનાથી રથયાત્રા લોકોત્સવ બની રહેશે. તમામ વિભાગો દ્વારા પોતાની જવાબદારી નિભાવામાં આવશે અને સુવિધાઓ પૂરી પડાશે. મ્યુનિ. કમિશનર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ઝાડને ટ્રીમિંગ કરાશે. મ્યુનિ. તંત્ર અને પોલીસ તંત્ર તમામ રીતે સજ્જ છે. પોલીસ અધિકારી દ્વારા એવી ખાતરી અપાઈ હતી કે, પ્રત્યેક ટ્રકમાં એક સબ ઇન્સ્પેક્ટર અને 4થી 5 પોલીસ કર્મચારીઓ હાજર હશે, જેથી પરિસ્થિતિ કન્ટ્રોલમાં રાખવામાં આવશે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER