માગ: આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા પંચાયત ખાતે નારા લગાવ્યાવિરમગામકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 month ago | 13-08-2022 | 08:10 am

માગ: આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા પંચાયત ખાતે નારા લગાવ્યાવિરમગામકૉપી લિંકશેર

ગુજરાતભરમાં આરોગ્યકર્મીઓ ની હડતાળને લઇ સરકારે મચક નહિ આપતા અમદાવાદ જિલ્લા આરોગ્યકર્મીઓએ કોરોના વોરીયર્સ સન્માન પત્રો હાથમાં લઈ જિલ્લા પંચાયતે સૂત્રોચ્ચાર કરી પરત કરવા તૈયારી કરી છે.તો આરોગ્યકર્મીઓની હડતાળને ગુજરાત રાજ્ય પંચાયતી કર્મચારી મહાસંઘ,ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ,ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાએ ટેકો જાહેર કર્યો છે.ગુજરાતભરના આરોગ્ય કર્મીઓએ 2800 ગ્રેડ પે, કોરોનાકાળમાં રજાના દિવસોમાં કરેલી કામગીરીમાં 98 દિવસનો પગાર અને ટીએડીએ આ 3 માગણી સંદર્ભે તેઓએ અગાઉ પણ લડત આપી હતી. પરંતુ સરકાર તરફથી માત્ર ઠાલા વચનો જ મળ્યાં છે. આ સંદર્ભે સોમવારથી વધુ એક વખત હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. હજુ પણ સરકારે મચક નહિ આપતા અમદાવાદ જિલ્લાના આરોગ્યકર્મીઓ કોરોના વોરિયર્સ સન્માનપત્ર પરત કર્યા છે.અમદાવાદ જિલ્લા પંચાયત હેઠળ આવતા આરોગ્ય કર્મચારીઓએ 8મી ઓગસ્ટથી હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આજે પણ આ હડતાળ યથાવત રહી છે, જેને કારણે આરોગ્ય કેન્દ્રમાં સર્વેની કામગીરી ખોરંભે પડી છે. આરોગ્ય કર્મચારીઓ સરકાર સમક્ષ પોતાની પડતર માંગો અંગે વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ તેનો કોઈ ઉકેલ નહીં મળતામલ્ટીપર્પસ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર હેલ્થ સુપરવાઇઝર THS,THV અને જિલ્લા કક્ષાના સુપર જેવી કેડરના તમામ ફિલ્ડ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે.જેથી આરોગ્ય સેવાઓને માઠી અસર થઈ છે.

Google Follow Image

Latest News


  1. મોર્નિંગ ન્યૂઝ બ્રીફઆજે ચોથું નોરતું: PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદમાં ગરબામાં વિધર્મી યુવકો ઘૂસતાં હિન્દુ સંગઠનો સાથે ઘર્ષણ; કેન્દ્રીય કર્મચારીઓનું DA 4% વધ્યુંઅમદાવાદકૉપી લિંકશેર
  2. એટેક આવતાં હૃદય હવા વગરના ફુગ્ગા જેવું થઈ ગયું: હાર્ટ ટ્રાન્સપ્લાન્ટથી નવજીવન, ત્રણ વર્ષથી ઓફિસ જાય, બધાં કામ જાતે કરે, અમદાવાદીએ શૅર કર્યા અનુભવઅમદાવાદકૉપી લિંકશેર
  3. ખબરદાર જમાદાર: બોલો..! પરિણીત મહિલા કોર્પોરેટર ભાગી ગયાં, સલવામણી પોલીસની થઈ ગઈ, દારૂ પકડવા ગયેલા PSIને બૂટલેગરે માથામાં બોટલ મારી દીધીઅમદાવાદકૉપી લિંકશેર
  4. આજે વર્લ્ડ હાર્ટ ડે: યુવા વયે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા રાજ્યનાં 6 યુવક-યુવતી WHOની ‘યુઝ હાર્ટ ફોર એવરી હાર્ટ’ થીમ પર જાગૃતિ ફેલાવશેઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લૂસિવગરબાવાળાં બા' યાદ છે?: 66 વર્ષનાં રસિલાબેન ઠક્કર લોકોના ઘરે રસોઈ બનાવી ચલાવે છે ગુજરાન, કહ્યું- ગરબા વાગે એટલે ઓટોમેટિક જોશ આવી જાય છેઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER