માગ: વિધાનસભા ચૂંટણીમાં ક્ષત્રીય સમાજને પ્રતિનિધિત્વ આપવા માગસાણંદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 22-09-2022 | 05:01 am

માગ: વિધાનસભા ચૂંટણીમાં ક્ષત્રીય સમાજને પ્રતિનિધિત્વ આપવા માગસાણંદકૉપી લિંકશેર

વિધાનસભાની ચૂંટણીના ડંકા વાગી રહ્યા છે ત્યારે સાણંદ વિધાનસભામાં વર્ચસ્વ ધરાવતા એવા ક્ષત્રિય સમાજ સાણંદના ગોધાવી ગામે સંમેલન યોજી દરેક પક્ષને ક્ષત્રિય સમાજની નોંધ લઇ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી એક અવાજે માંગ કરી હતી.સાણંદ તાલુકાના ગોધાવી ગામે સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા વન શ્રી ફાર્મ ગોધાવી ખાતે આયોજિત ક્ષત્રિય સંમેલનમાં સાણંદ બાવળા અને વિરમગામ વિસ્તારના ક્ષત્રિય આગેવાનો,રાજકીય વર્ચસ્વ ધરાવતા ક્ષત્રિય યુવાઓ વડીલો, સાણંદ બાવળા અને વિરમગામ તાલુકાના ગામે ગામથી ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું આયોજન રાજપૂત વિકાસ ટ્રસ્ટ સાણંદ તેમજ ક્ષત્રિય યુવક સંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અર્જુનસિંહ ચૌહાણ, બળવંતસિંહ પઢેરીયા, ગજેન્દ્રસિંહ વાઘેલા, ધ્રુવ ભાઈ જાદવ, દિગ્વિજયસિંહ જાડેજા સહિત ના આગેવાનોએ સ્ટેજ ઉપરથી આહવાન કર્યું હતું કે સાણંદ બાવળા વિધાનસભામાં ક્ષત્રિય સમાજના મતદારો 36 ટકા જેટલા હોવા છતાં છેલ્લી બે ટર્મથી વિધાનસભા ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને પ્રતિનિધિત્વ મળ્યું નથી જેથી સમાજને અન્યાય થઈ રહ્યો છે.ક્ષત્રિય સમાજ આટલો મોટો વર્ચસ્વ વાળો અને નેતૃત્વની આવડત વાળો હોવા છતાં રાજકીય પક્ષો દ્વારા ક્ષત્રિય સમાજને ટિકિટના આપી તેની અવગણના કરવામાં આવે છે જે યોગ્ય નથી વિધાનસભાની ચૂંટણી ઉંબરે આવે ને ઉભી છે ત્યારે આ ચૂંટણીમાં ત્રણેય રાજકીય પક્ષો ક્ષત્રિય સમાજની નોંધ લઇ , સમાજની માંગ ને ધ્યાને રાખી ક્ષત્રિય સમાજ ના યુવાઓને વિધાનસભાની ટિકિટ આપે તેવી માંગ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે સાણંદ બાવળા વિધાનસભા બેઠકમાં છેલ્લા છેલ્લી બે ટર્મથી વિધાનસભા ચૂંટણીમાં કોળી પટેલ સમાજને બંને પક્ષો દ્વારા મહત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ક્ષત્રિય સમાજ આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાના સમાજને મહત્વ આપી ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યો છે.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER