Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 02:01 pm
ગાંધી પરિવાર પર ED રૂપી આફતને પહોંચી વળવા માટે હવે કોંગ્રેસે ચૂંટાયેલ પ્રતિનિધિઓનો સહારો લેવાની ફરજ પડી છે. ગુજરાત સહિત દેશભરના ચૂંટાયેલા ધારાસભ્યો અને લોકસભાના સભ્ય અને રાજ્યસભાના સંસદસભ્યો દિલ્હી ખાતે પહોંચ્યા છે. કોંગ્રેસના દિલ્હી ખાતેના હેડ ક્વાર્ટરમાં રાહુલ ગાંધી હાજર રહી સંબોધન કરશે અને આગામી રણનીતિ અંગે જાણકારી આપશે.કોંગ્રેસે તેના ધારાસભ્યો, સંસદસભ્યો, રાજ્યસભાના સંસદસભ્યોને મોરલ સપોર્ટ માટે દિલ્હી બોલાવ્યા છે.રાહુલ ગાંધી ED સમક્ષ ફરી એકવાર હાજર થશેઆવતીકાલે રાહુલ ગાંધી ED સમક્ષ ફરી એકવાર હાજર થવાના છે.કોંગ્રેસને મોરલ સપોર્ટ મળી રહે તે માટે ચૂંટાયેલા સભ્યોને દિલ્હીમાં તેમના સમર્થન માટે બોલાવ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સૌ પ્રથમ 13 જૂને સમક્ષ હાજર થયા હતા, જેને લઈને કોંગ્રેસે ગુજરાત સહિત દેશભરમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જે. બાદ તેઓ સતત ED સમક્ષ હાજરી પુરાવી રહ્યાં છે. જેમાં તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ આવતીકાલે સોનિયા ગાંધીપણ ED સમક્ષ હાજર રહે તેવી શક્યતા છે. ત્યારે બંનેના સમર્થનમાં કોંગ્રેસે તેના ચૂંટાયેલા ધારાસભ્યોને દિલ્હી ખાતે બોલાવ્યા છે.કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં ધરણાં યોજી રહ્યા છેકોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ED દ્વારા થઈ રહેલી પૂછપરછને ભાજપ સરકારની રાજકીય કિન્નાખોરી અને બદલાની રાજનીતિ ગણાવતા કોંગ્રેસ હાઈકમાન્ડે મંગળવારે દેશભરના કોંગ્રેસના ચૂંટાયેલાં સાંસદો અને ધારાસભ્યોને દિલ્હી પહોંચવા આદેશ કર્યો હતો. કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે, રાહુલ ગાંધી સાથે થઈ રહેલા વ્યવહારના વિરોધમાં પ્રથમ દિવસથી જ પ્રિયંકા ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસના નેતાઓ દિલ્હીમાં દેખાવ-ધરણાં યોજી રહ્યા છે. મંગળવારે પણ રાહુલની પૂછપરછ કરવામાં આવી હતી. કોંગ્રેસે હવે ભાજપ સરકાર સામે દિલ્હીમાં જ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે શક્તિ પ્રદર્શન યોજીને દબાણ વધારવાનો નિર્ણય કર્યો છે.કોંગ્રેસના સત્યાગ્રહમાં ધારાસભ્યો અને સાંસદો જોડાશેકોંગ્રેસના ધારાસભ્ય સી.જે ચાવડાએ ગઈકાલે મીડિયામાં નિવેદન આપતા જણાવ્યું છે કે, વર્તમાન સરકાર રાહુલ ગાંધીને ED ના નામે પરેશાન કરી રહી છે. રાહુલ ગાંધીના સમર્થન અને અગ્નિપથના વિરોધમાં કોંગ્રેસના સત્યાગ્રહમાં ધારાસભ્યો અને સાંસદો જોડાશે. મહારાષ્ટ્રના ઘટનાક્રમ પર સી.જે ચાવડાએ સૂચક નિવેદન આપતા કહ્યું કે,ગુજરાતના 2 નેતાઓના પગલે આ ઘટનાઓ થઈ રહી છે. ભૂતકાળમાં પણ અનેક રાજ્યોમાં જોડતોડનો સિલસિલો જોવા મળ્યો હતો.