નવરાત્રિમાં છૂટ, ખેલૈયાઓ ખુશ: નવરાત્રિમાં રાત્રે બાર વાગ્યા પછી પણ હોટલ-રેસ્ટોરાં ખુલ્લાં રાખી શકાશેઃ ગૃહરાજ્યમંત્રીની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 3 days ago | 23-09-2022 | 04:01 pm

નવરાત્રિમાં છૂટ, ખેલૈયાઓ ખુશ: નવરાત્રિમાં રાત્રે બાર વાગ્યા પછી પણ હોટલ-રેસ્ટોરાં ખુલ્લાં રાખી શકાશેઃ ગૃહરાજ્યમંત્રીની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાતમાં કોરોનાકાળ બાદ નવરાત્રિનો તહેવાર હવે ઊજવી શકાશે. ખેલૈયાઓએ આ વખતે ખૂબ જ તૈયારીઓ કરી છે. રાજ્ય સરકારે પણ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિ સહિત રાજ્યમાં સાત જિલ્લાનાં 11 સ્થળ પર શેરીગરબાની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ખેલૈયાઓને ખુશ કર્યા છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે નવરાત્રિના નવ દિવસ લોકો ગરબા માણી ખાઈપીને નિરાંતે ઘરે જાય એવું રાજ્ય સરકારે આયોજન કર્યું છે. આજે પોલીસતંત્ર સાથે મળીને આ માટેની વ્યવસ્થા કરીશું.રાત્રે 12 વાગ્યા સુધી ગરબા રમવાની છૂટઆ વર્ષે ગરબા 12 વાગ્યા સુધી રમવાની છૂટ આપવામાં આવી છે તો બહારથી રમવા આવતા ખેલાડીઓને અંબા માતાજીના ગરબા રમવા પણ લઇ જજો. ગરબા રમ્યા પછી ખાણીપીણીની હોટલોમાં લઇ જજો. ખેલાડીઓને ગરબા પણ શીખવજો અને અલગ અલગ રાજ્યોમાંથી આવતા ખેલાડીઓ આપણા ગરબા રમશે-શીખશે તો આવનારા દિવસોમાં આસામમાં પણ ગુજરાતના ગરબા રમાશે એવી તૈયારી ગુજરાત સરકાર કરી રહી છે.રાજ્યમાં સાત જિલ્લાનાં 11 સ્થળે ગરબાનું આયોજનગુજરાતમાં કોરોનાને કારણે છેલ્લાં બે વર્ષથી ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું, પરંતુ રાજ્ય સરકારમાં મળેલી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાતા આ વખતે ગરબારસિકો ગરબાની મજા માણી શકશે. રાજ્ય સરકારે અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત 9 શક્તિ કેન્દ્ર સહિત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવશે એવો નિર્ણય લીધો છે. ત્રણ વર્ષથી નવરાત્રિમાં મા અંબાની આરાધના માત્ર ઘરમાં જ થતી હતી. ગત વર્ષે લોકોએ સોસાયટીઓમાં ગરબા માણ્યા હતા, પણ પાર્ટી પ્લોટોમાં ગરબાને મંજૂરી આપવામાં આવી નહોતી, પરંતુ આ વખતે સરકારે મંજૂરી આપતાં ગરબાની મજા માણી શકાશે.સિવિલ ડ્રેસમાં અને ટ્રેડિશનલ કપડાંમાં મહિલા પોલીસ તહેનાત રહેશેનવરાત્રિને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઇને સી ટીમ તૈયાર કરવામાં આવી છે. નવરાત્રિમાં મોડી સાત સુધી ગરબાનું આયોજન થતું હોય છે, જેમાં ઘણીવાર મહિલાઓ સાથે છેડતી જેવા બનાવો બને છે. ત્યારે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ નવરાત્રિમાં મોડી રાત્રે મહિલા પોલીસને સિવિલ ડ્રેસમાં અને ટ્રેડિશનલ કપડામાં તહેનાત રાખવામાં આવશે. જો કોઈ અસામાજિક તત્ત્વ મહિલા સાથે ગેરવર્તણૂક કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજનનવરાત્રિને લઈને ગુજરાત સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિ કેન્દ્રો પર ગરબાનું આયોજન કરાશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન થશે. નવરાત્રિ તહેવાર દેવી દુર્ગા માને સમર્પિત છે. એમાં માતા દુર્ગાનાં 9 સ્વરૂપની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઊજવવામાં આવે છે. ત્યારે આ વખતે નવરાત્રિનું મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઊજવાશે.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER