પરિવારની શક્તિને દિવ્ય ભાસ્કરની સલામ: વાચકોએ મોકલેલા એવા કિસ્સા, જે દર્શાવે છે કે પરિવારના સપોર્ટથી જીવનનો કોઈપણ જંગ લડી શકાય છેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 06:10 am

પરિવારની શક્તિને દિવ્ય ભાસ્કરની સલામ: વાચકોએ મોકલેલા એવા કિસ્સા, જે દર્શાવે છે કે પરિવારના સપોર્ટથી જીવનનો કોઈપણ જંગ લડી શકાય છેઅમદાવાદકૉપી લિંકશેર

દિવ્ય ભાસ્કરે ગુજરાત પ્રવેશના 20મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે પરિવાર વિશેષાંક માટે વાચકો પાસેથી એવા કિસ્સા મગાવ્યા હતા, જેમાં કૌટુંબિકશક્તિનું દર્શન થતું હોય. રાજ્યભરમાંથી લોકોએ એવા સેંકડો કિસ્સા લખી મોકલ્યા જેમાં પરિવારે વ્યક્તિને ખરાબ સમયમાં જરૂરી હૂંફ અને હિંમત આપીને મુસીબતમાંથી બહાર કાઢી હોય અને નવજીવન આપ્યું હોય. કોઈએ હાથમાં પ્લેટ્સ બેસાડી હોવા છતાં લગ્નની જવાબદારી ઉપાડી, તો કોઈએ દાદીનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યો, પણ બહેનનાં લગ્ન અટકવા ન દીધાં, આવા કેટલાક ચુનંદા કિસ્સા અહીં પ્રસ્તુત છે...મારી તાકાત છે પરિવાર - પરિવારની મદદથી પાંચ જ મહિનામાં ચાલતો થઈ ગયોમને ત્રણ વર્ષ પૂર્વે બેડમિન્ટન રમતી વખતે ફ્રેક્ચર થયું હતું. મને ત્રણ મહિનાનો બેડ રેસ્ટ હતો, પણ મારા ફેમિલી મેમ્બર્સના સપોર્ટના કારણે હું ખૂબ જ ઝડપથી ચાલતો થઈ ગયો હતો. મને ડોક્ટરે એક વર્ષ સુધી ચાલવાની પણ ના પાડી હતી. એના બદલે હું મારા પરિવારના સપોર્ટથી પાંચ મહિનામાં જ ચાલતો થઈ ગયો હતો અને બેડમિન્ટન પણ રમતો થઈ ગયો છું. - હિતેશ મહેશ્વરી, મુંદ્રાહેતનો દરિયો અમારો પરિવાર - દાદીનો મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનો નિર્ણય કરીને બહેનનાં લગ્ન સાચવ્યાંમારી બહેનનાં લગ્નના એક દિવસ પહેલાં મારા દાદીનું મૃત્યુ થયું. કોઈને સમજાતું નહોતું કે શું કરવું? એક બાજુ લગ્નપ્રસંગ, તો બીજી બાજુ અમારા પરિવારરૂપી વટવૃક્ષનું મૂળ અમને છોડીને ચાલ્યું ગયું. તો પણ આ પરિસ્થિતિમાં પરિવારના વડીલો જુએ છે કે એક દિવસ જ સંભાળવાનો છે અને દાદીના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનો નિર્ણય હૃદય પર પથ્થર રાખીને લે છે. આ બાજુ પરિવારના મોટા ભાગનાં લોકોને અને મહેમાનોને એમ કે દાદીને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં છે. લગ્ન સારી રીતે પાર પાડી દઈને બહેનને વિદાય આપવામાં આવી અને પછી મહેમાનોને જાણ કરી કે દાદી નથી રહ્યાં. આ પ્રસંગથી ખબર પડી ગઈ પરિવારના મહત્ત્વની અને પરિવારની શક્તિ. - નીતિન સોલંકી, સુરતવાત્સલ્યની મૂર્તિ - હિંમત હારી બેઠો, પણ માના વિશ્વાસે મને જિવાડી દીધોઆજથી ચાર વર્ષ પહેલાં ચેતાતંત્રની બીમારીએ મને ઘેરી લીધો. આઈ.સી.યુ.માં મને દાખલ કર્યો. પૂરા નવ મહિના સુધી પડખું પણ ફેરવી શકાતું નહોતું. શરીરનાં એક પણ અંગમાં તાકાત નહોતી રહી. ચત્તા સૂઈ રહેવું પડતું. હું હિંમત હારી ગયો હતો, પણ પરિવારની હૂંફ અને મારી માનો વિશ્વાસ કે, ‘દીકરાને સાજો લઈને જ ઘરે જઈશ.’ બસ, માતાના એ વિશ્વાસે જ મને જીવાડી દીધો. - વિનોદકુમાર પટેલ, મહેસાણા​​​​​​​સંપની ભાવના - પિતાનું મૃત્યુ થવા છતાં ભત્રીજીના લગ્ન ન અટક્યાઅમારા પરિવારમાં અમે 3 ભાઈ, માતા-પિતા, બાળકો, 3 બહેન, ભાણેજ છે. 2010માં અમારી ભત્રીજીનાં લગ્નના 10 દિવસ બાકી હતા અને અમારા પપ્પાનું અવસાન થયું. એ દિવસે અમારા મોટાભાઈએ નિર્ણય કર્યો કે જે પણ થાય આપણે દસ દિવસ આનંદ કિલ્લોલ કરતાં કરતાં દીકરીનાં લગ્ન કરવાનાં છે. કર્યા.આજે પણ તમામ સભ્યો મારા મોટા ભાઈની આજ્ઞાનું પાલન કરે છે. - ભરત કેશવલાલ પરસોત્તમદાસ પટેલ, અમદાવાદ​​​​​​​ખુશીઓનો ખજાનો - બાળકો ફટાકડા ફોડી શકે માટે દિવાળીએ રિક્ષા ​​​​​​​ચલાવીમારા નાનપણની વાત છે. દિવાળીમાં અમે ચાર ભાઈ-બહેને બીજાં બાળકોને ફટાકડા ફોડતાં જોઈને પપ્પાને ફટાકડાની વાત કરી. પપ્પા રિક્ષા ચલાવતા. અમે ફક્ત 100 રૂપિયાના ફટાકડા માગ્યા. અમે રાહ જોતાં હતાં. સાંજે પપ્પા રિક્ષા ચલાવતા દેખાયા. અમે પૂછ્યું તો તેમણે કહ્યું, 100 રૂ. ભેગા થવામા હવે 20 રૂપિયા ખૂટે છે, એક વર્ધી મારીશ એટલે ફટાકડા આવી જશે. થોડી વાર પછી પપ્પા ફટાકડા લાવ્યા અને મજા માણી. - ભાવિક મંદોરા, પાલનપુર​​​​​​​સાથી હાથ બઢાના... - ગીત સાંભળી પ્રોફેસર જેઠે પરોઠા બનાવી નાખ્યા!ભાવનગરથી નિપાબહેન દવેએ મોકલેલો આ કિસ્સો કોઈ મહાન સંઘર્ષનો નથી, પણ કુટુંબપ્રેમની વાછટ સમાન છે. આગળ એમના જ શબ્દોમાં. ‘કુટુંબ એક એવું પીઠબળ છે કે જ્યાં મુશ્કેલ કામ પાર પડે. હળવી હસી મજાક થતી હોય. એક વાર એવું બન્યું કે, એક સાંજે હું ને મારા પતિ ઘરના બાગકામમાં મસ્ત હતાં. ઘણાં કૂંડામાં અલગ ફૂલછોડ ને ક્યારામાં શાકભાજી વાવવાનાં હતાં. સાથે અમે ગીત ગાતાં હતાં કે, ‘એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના... સાથી હાથ બઢાના.’ થોડીવારમાં ઘીની કશીક વાનગી બનતી હોય એવી સોડમ આવી. મનમાં થયું કોઇ સરસ વાનગી બનાવી રહ્યું છે. કામ પતાવીને રસોડામાં ગઈ ત્યાં તો મારા જ રસોડાની સુગંધ હતી. મારા જેઠે, પ્રોફેસર નીરૂભાઈ દવેએ,સરસ પરોઠા બનાવી નાખ્યા હતા. આ જોઈને હું તો એટલી ખુશ ને આશ્ચર્યકિત થઈ ગઈ કે મેં કીધું, શું કરવા આટલી તકલીફ લીધી? હું હમણાં બધંુ બનાવી નાખતી. તો કહે... ‘સાથી હાથ બઢાના.. એક અકેલા થક જાયેગા...’ ...ને પછી અમે બધાં હસી પડ્યાં. - નિપા અરવિંદ દવે, ભાવનગર​​​​​​​પિતાતુલ્ય વાત્સલ્ય - રિક્ષાની આવકથી બહેનોને વળાવી, ભાઈ વિદેશ ગયો​​​​​​​હું 25 વર્ષનો હતો ત્યારે પિતાનું અવસાન થયું. મારે સાત બહેનો અને એક ભાઈ. એક બહેનનાં લગ્ન થયાં હતાં. બાકીનાં સૌની જવાબદારી માથે આવી. બે બહેનોએ જૈન ધર્મની દીક્ષા ગ્રહણ કરી. રિક્ષા ચલાવીને ચાર બહેનોને પરણાવી. ભાઈને દુબઈ પહોંચાડ્યો. આજે પરિસ્થિતિ સુધરી છે. - નવીનભાઈ પટણી, મહુવામાનસિક સપોર્ટ - ઘરમાં ચાર કોરોનાના દર્દી, પણ કુટુંબે હિંમત આપીઅમે સંયુક્ત પરિવારમાં 10 સભ્યો રહીએ છીએ. કોરોનામાં પિતા, ભાઈ, માતા, મારા નાની ચારેયને કોરોના થયો. ચારે બાજુ મોતની ચિચિયારી સંભળાય, દવાખાનામાં જાય એ માંડ માંડ બચે એવી પરિસ્થિતિમાં હું એકલો હતો. પિતા તથા ભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા. માતાને અને નાનીને ઘરે સારવાર ચાલુ કરી. આ સમયે પરિવારે મને માનસિક રીતે મજબૂત કર્યો. - પાર્થ રાવલ, અમદાવાદ​​​​​​​હૂંફ અને હિંમત મળી - પુત્રના બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ વખતે બેકબોન બન્યું કુટુંબપચીસ વર્ષ પહેલાં મારા થેલેસેમિયાગ્રસ્ત દીકરા શૈવલને તમિલનાડુના વેલ્લોરમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું નક્કી કર્યું હતું. ત્યાં છ મહિના રોકાવાનું હતું. તેથી કોલેજમાં ભણતી મારી દીકરી નિરાલી (બોનમેરો ડોનર)ને અને અમારા બિઝનેસને પરિવારજનોએ સાચવ્યાં. અમે એકલાં ન પડીએ એ માટે પરિવારજનો ત્યાં આવતાં-જતાં રહેતાં અને સાથે સમય પણ પસાર કરતા. માનસિક તાણના એ સમયમાં હૂંફ અને હિંમતની ઢાલ બનીને પરિવારે કપરા સંજોગો સામે લડવાનું બળ આપ્યું. - હંસા ગાંધી, અમદાવાદ​​​​​​​પરિવારનું ઋણ - પતિના પેરેલિસિસમાં ભાઈ-બહેન પડખે ઊભાં રહ્યાં2018માં મારા પતિ ભાલચંદ્ર કિકાણીને બ્રેઈન સ્ટ્રોક આવતા પેરેલિસિસ થઈ ગયું. આ પરિસ્થિતિમાં અમે મા- દીકરો મૂંઝાઈ ગયાં, પણ મારા પરિવારે નિર્ણય લીધો કે અમારે હવે એકલાં રહેવાનું નથી. અમે મારી ત્રણ બહેનો અને ભાઈને ત્યાં માંદગીનો એ કપરો કાળ વીતાવ્યો. મારાં ભાઈ-બહેન અને એમનાં છોકરાંઓની મારા પતિ તરફની લાગણી જોઈને હું ભાવુક થઈ ગઈ. ખરેખર હું મારા પરિવારની ઋણી છું કે જેમનો સાથ અને હૂંફ મને હંમેશાં મળતાં રહ્યાં છે. - નિરુપમાબહેન કિકાણી, જૂનાગઢ​​​​​​​પ્રેમનું ઝરણું - જીવલેણ બીમારી થઈ હોવા છતાં પરિવારે અમારી સાથે ક્યારેય ભેદભાવ નથી કર્યો (નીચેની પહેલી તસવીર)મને અને મારા પતિને 1999માં HIVની બીમારી થઈ. અમારાં લગ્નના ફક્ત છ મહિનામાં લોહીના પરીક્ષણ દરમિયાન ખબર પડી. એ વર્ષોમાં HIVની જાગૃતિ લોકોમાં નહોતી અને HIV પોઝિટિવ વ્યક્તિનો સામાજિક સ્વીકાર થતો ન હતો. અમારા પરિવારમાં મારા સસરા અને પિયર તરફના પરિવારમાં અમને HIV હોવાની જાણ થઈ ત્યારથી આજ સુધી અમને ક્યારેય પરિવારથી અલગ સમજ્યા નથી. અમારી સારસંભાળ, માનસિક સહયોગ આપવામાં અમારી સાથે તેઓ હંમેશાં ઊભાં રહ્યાં. આજે જ્યારે અમારી HIVની જીવનપર્યંત દવા માટેનું એલાર્મ ફોનમાં રાત્રે વાગે ત્યારે તરત પરિવારના સભ્ય યાદ કરાવીને કહે કે તમારી દવાનો સમય થઇ ગયો છે. - દક્ષાબેન પટેલ, સુરત​​​​​​​એકબીજાનો સહારો - કોરોના છતાં કોરોનાગ્રસ્તની સેવા કરતાં પત્ની-પુત્રવધૂ (ઉપર બીજા નંબરની તસવીર)2021માં કોરોનાની બીજી લહેરમાં મને, મારાં 90 વરસનાં માતાને, પત્નીને અને પુત્ર-પુત્રવધૂને એટલે કે કુટુંબના તમામ સભ્યોને કોરોના થયો હતો. મારી અને માતાની હાલત ઘણી ગંભીર હતી. હું અને મારો પુત્ર હોસ્પિટલમાં દાખલ થયા હતા. ઘરે પત્ની અને પુત્રવધૂ. એ બંનેને પણ કોરોના. છતાં બંનેએ મારી માતાની સારવાર કરી. એ રીતે તેઓ હિંમત રાખીને દવાઓ લઈને કોરોનામુક્ત થયાં. આવી કટોકટીમાં અમે એકબીજાનાં સહારે અને સગાંવહાલાંની મદદથી સાજા થયાં. - બાલકૃષ્ણ જેઠાલાલ શેઠ, અમદાવાદ​​​​​​​સુખની છાયા - હાથમાં પ્લેટ બેસાડી, પણ લગ્નની જવાબદારી ઉપાડી​​​​​​​25 વર્ષ પહેલાં વતનમાં મોટી દીકરીનાલગ્ન લીધાં હતાં. એના થોડાંક દિવસો પહેલાંની વાત છે. અમારી સૌથી નાની દીકરીની પરીક્ષા હતી. એને સ્કૂટર પર બેસાડી વતનમાં જતી વખતે એસ. જી. હાઇવે પર સ્કૂટર સ્લીપ થઇ જતાં મારા જમણા હાથે ફ્રેક્ચર થઈ ગયું. તાત્કાલિક મારાં મોટાં બહેન-બનેવી દોડી આવ્યાં. હોસ્પિટલમાં દાખલ કરી હાથમાં પ્લેટ નખાવી. ત્રણ જ દિવસમાં હોસ્પિટલમાંથી રજા લઈને લગ્નના પ્રસંગની જવાબદારી પાર પાડીને આખો પ્રસંગ સુખરૂપ ઊજવ્યો હતો. - નાથાલાલ મગનલાલ પટેલ, અમદાવાદ

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER