Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 05:01 am
આજે દિવ્ય ભાસ્કર 19 વર્ષ પૂરા કરીને 20મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે, ત્યારે ભાસ્કર દ્વારા હાથ ધરવામાં આવેલા એક સરવેમાં સાબિત થયું છે કે પરિવાર ઉપરાંત લોકો તેમના પાડોશીને અને સહકર્મીઓને પણ તેમના પરિવારનો જ હિસ્સો માને છે.કોરોના જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવાર તો આપણી સાથે હતો જ પરંતુ આ સિવાય પાડોશીઓએ પણ પરિવારના સભ્યોની જેમ પાડોશીધર્મ નિભાવ્યો છે. સરવે મુજબ આજે પણ આપણો આ એક્સટેન્ડેડ પરિવાર એટલે કે પાડોશી અને સહકર્મીઓ પણ પરિવારના સભ્યની જેમ જ રિલેશનશિપ અને કરિયર માટે મોટિવેટ કરતા હોય છે. આજે પણ 50% અમદાવાદીઓ કોઈ નવી કે સારી વાનગી બનાવી હોય તો પાડોશીને પણ પહેલા ચખાડે છે.કોઈ કામથી બહાર જવાનું હોય તો 70% લોકો પોતાના બાળકને પાડોશીને ત્યાં નિશ્ચિંત થઈને મૂકી શકે છે. 91% લોકોનું એવું માનવું છે કે, આજે પણ જરૂર હોય ત્યારે સૌથી પહેલા પાડોશી જ આવીને ઉભાં રહે છે.સરવેનું તારણ : એટલે જ એવું કહેવાય છે કે ‘પહેલો સગો પાડોશી’