Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 07:10 am
જુનિયર ડોક્ટરોની હડતાળ સતત 9માં દિવસે ચાલુ રહી છે અને દર્દીઓની મુશ્કેલીઓનો કોઈ અંત દેખાતો નથી. દિવ્ય ભાસ્કરે ડોક્ટરોને પૂછ્યું કે દર્દીઓ હેરાન છે હડતાળ પુરી કર્યારે કરશો તો ડોક્ટોરોએ કહ્યું કે હોસ્ટેલ ખાલી કરાવાશે તો કેમ્પસમાં રહીશું પણ હડતાળ તો ચાલુ જ રહેશે.સરકારે આપેલી હોસ્ટેલ ખાલી કરવાની આખરી નોટિસની સામે ગાંધી ચીંધ્યા માર્ગે હોસ્ટેલ ખાલી કરીને મેદાનમાં રહેવાની ચીમકી ઉચ્ચારી છે. દિવ્ય ભાસ્કરે હડતાળિયા ડોકટરો અને સરકારને સવાલ કર્યો છે કે, ડોકટરો અને સરકારની ખેંચતાણમાં હડતાળને કારણે સર્જરી રદ્દ થવાથી લઇને ઓપીડીમાં લાંબી લાઇનો લાગવાથી દર્દીની સ્થિતિ કફોડી બની છે તેનું જવાબદાર કોણ ?જુનિયર ડોકટર એસોસિએશનના પ્રેસિડેન્ટ ડો. રાહુલ ગામેતી જણાવે છે કે, બોન્ડ સેવાને સિનિયર રેસિડેન્ટશિપમાં ગણવાની મિટીંગ નિષ્ફળ જતાં છેલ્લાં વિકલ્પરૂપે હડતાળ પર જવું પડ્યું છે. અમે સરકાર સાથે વાટાઘાટો કરવા તૈયાર છે, તેનાથી સારો રસ્તો નીકળી શકે તેમ છે. અમને હોસ્ટેલ ખાલી કરાવશે તો અમે મેદાનમાં રહીશું પરંતુ હડતાળ યથાવત રહેશે.આરોગ્ય વિભાગના એક ઉચ્ચ અધિકારીએ નામ નહીં લખવા શરતે જણાવ્યું હતું કે, જુનિયર ડોકટરોએ પોતે જ બોન્ડ પર સહી કરી છે, અને હવે હડતાળ પર ઉતર્યા છે.IMAનું હડતાળને સમર્થન મળ્યુંઇન્ડિયન મેડિકલ એસોસિએશને મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જુનિયર ડોકટરો તરફથી અમને આવેદનપત્ર મળ્યું છે, જેને અમે સમર્થન આપીએ છીએ. છેલ્લાં અઠવાડિયાથી સર્જરીની સંખ્યામાં 50થી 60 ટકાનો ઘટાડો થયો હતો. સરકાર દ્વારા 15 જેટલા એનેસ્થેટિસ્ટની નિયુક્તિ કરતાં ગુરુવારે 9 કલાકમાં 39 સર્જરી થઇ હતી.