ઑલિમ્પિકમાં રમવાનું સપનું:ટોર્ચના અજવાળે ભાલા ફેંકતાં શીખેલી 2 બહેન નેશનલ એથ્લેટિક સ્પર્ધામાં ટોપ ટેનમાં

Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 05:01 am

ઑલિમ્પિકમાં રમવાનું સપનું:ટોર્ચના અજવાળે ભાલા ફેંકતાં શીખેલી 2 બહેન નેશનલ એથ્લેટિક સ્પર્ધામાં ટોપ ટેનમાં

મેગાસિટી અમદાવાદના સેટેલાઇટ સિટી તરીકે વિકાસ પામી રહેલા સાણંદની 2 સગી બહેન દીક્ષા અને કોટિશ્રીએ અનેક અભાવો વચ્ચે જ્વેલીન થ્રો (ભાલાફેંક)માં કાઠું કાઢ્યું છે અને ખેલ મહાકુંભ, 2022માં દીક્ષાએ ઓપન એજમાં જ્યારે કોટિશ્રીએ અન્ડર 17માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.એથ્લિટ સ્પર્ધાઓમાં જ્વેલીન થ્રોમાં એકથી દસમાં ક્રમાંક મેળવ્યોસાણંદ રહેતા અને સચાણાની કંપનીમાં નોકરી કરતા સુધાકર દ્વિવેદીની બંને પુત્રીની એથ્લેટિક્સમાં રુચિ જોઈને આગળ વધવા પ્રેરણા આપી. એટલું જ નહિ, બંનેના માર્ગદર્શક અને કોચ પણ બન્યા. સાણંદ જેવા નાના શહેરમાં રમતનું એક પણ ગ્રાઉન્ડ ન હોવા છતાં નોકરીથી છૂટ્યા પછી કિસાન ટોર્ચના અજવાળે દીકરીઓને જેડીજી હાઈસ્કૂલના મેદાનમાં ભાલાફેંકની પ્રેક્ટિસ કરાવતા. છેવટે તેઓની અને દીકરીઓની મહેનત રંગ લાવી અને દીકરીઓ હાલ નેશનલ લેવલની અનેક એથ્લિટ સ્પર્ધાઓમાં જ્વેલીન થ્રોમાં એકથી દસમાં ક્રમાંક મેળવ્યો છે.બંને દીકરીની ગણના જ્વેલીન થ્રોમાં દેશમાં ટોપ ટેનમાં​​​​​​​તાજેતરમાં 8-9 મે દરમ્યાન ટાટાનગર જમશેદપુરમાં યોજાયેલી ચોથી નેશનલ એથ્લેટિક સ્પર્ધામાં પણ બંને ટોપ ટેનમાં આવી હતી જ્યારે ખેલ મહાકુંભ, 2022માં દીક્ષાએ ઓપન એજમાં જ્યારે કોટિશ્રીએ અન્ડર-17માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હાલ બંને દીકરીની ગણના જ્વેલીન થ્રોમાં દેશમાં ટોપ ટેનમાં થાય છે ત્યારે તેઓ ઑલિમ્પિકમાં રમવાનું સપનું સેવે છે.બંને દીકરીઓમાં દેશનું નામ રોશન કરવાની ક્ષમતા​​​​​​​પિતા સુધાકરભાઈના જણાવ્યા મુજબ આઉટ સ્ટેટની એક ઇવેન્ટનો ખર્ચ 50 હજારથી પણ વધી જાય છે અને 4-5 દિવસ નોકરીમાં રજા લેવી પડે. કોઈ ફેડરેશન કે રાજ્ય સરકાર તરફથી કોઈ આર્થિક સહાય મળતી નથી. રાજ્ય સરકાર કે કોઈ કોર્પોરેટ હાઉસ દીકરીઓને સ્પોન્સર કરવા આગળ આવે તો બંને દીકરીઓ દેશનું નામ રોશન કરવાની ક્ષમતા ધરાવે છે.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER