અમદાવાદમાં ડ્રોન શો: અમદાવાદમાં સૌ પ્રથમવાર યોજાયો ડ્રોન શો, ભારતના નકશાથી લઇને વેલકમ પીએમ મોદી સહિતની ડિઝાઇન જોવા લોકો ટોળે વળ્યાંઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 2 months ago | 29-09-2022 | 12:10 am

અમદાવાદમાં ડ્રોન શો: અમદાવાદમાં સૌ પ્રથમવાર યોજાયો ડ્રોન શો, ભારતના નકશાથી લઇને વેલકમ પીએમ મોદી સહિતની ડિઝાઇન જોવા લોકો ટોળે વળ્યાંઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે સાંજે ડ્રોન શો યોજાયો હતો. નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન પહેલા લોકોમાં ઉત્સાહ વધારવા માટે આજે આ ડ્રોન શો યોજાયો હતો. જેમાં દિલ્હીના આઇઆઇટીના વિદ્યાર્થીઓ દ્વારા મેક ઇન ઇન્ડિયા એટલે કે સ્વદેશી 600 જેટલા ડ્રોન મારફતે આકાશી ડ્રોન શો કરવામાં આવ્યો હતો. આકાશમાં ડ્રોન મારફતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલકમ પીએમ મોદી, ભારત દેશનો નકશો, વંદે ગુજરાત, આઝાદી કા અમૃત મહોત્સવ અને નેશનલ ગેમ્સનો લોગો વગેરે ડ્રોન મારફતે આકાશમાં જોવા મળ્યા હતાવિવિધ થીમ અને ડિઝાઇન સાથે ડ્રોન શો36માં નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન પહેલાં આજે અમદાવાદમાં સૌપ્રથમવાર ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ પર અટલ બ્રિજના પૂર્વ છેડે આ ડ્રોન શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રમતગમત અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ ડ્રોન શો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 600 જેટલા મેક ઇન ઇન્ડિયા ડ્રોન દ્વારા આકાશમાં વિવિધ થીમ અને ડિઝાઇન લોકોને દર્શાવવામાં આવી હતી. ડ્રોન શો માટે આ ડ્રોન દિલ્હીના આઇઆઇટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા.મોદી સ્ટેડિયમમાં 36માં નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટનગુરૂવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોદી સ્ટેડિયમમાં 36માં નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે. ઉદ્ઘાટન પહેલા અમદાવાદ શહેરને શણગારવામાં આવ્યું છે અને ઠેર ઠેર નેશનલ ગેમ્સની રેપ્લીકા, પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. લોકોમાં ઉત્સાહ વધારવા માટે રમતગમત વિભાગ દ્વારા અનેક આયોજનો કરવામાં આવ્યા છે અને તેના જ ભાગરૂપે આજે અમદાવાદમાં આ ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના સમયે યોજાયેલા આ ડ્રોન શોને જોવા માટે સાબરમતી રિવરફ્રન્ટ પર લોકો ઉમટી પડ્યા હતા.

Google Follow Image