ચૂંટણી પ્રચાર: અમિત શાહ માટે સ્પેશિયલ હેલિકોપ્ટર સાયન્સ સિટીમાં પાર્કઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 23-11-2022 | 05:01 am

ચૂંટણી પ્રચાર: અમિત શાહ માટે સ્પેશિયલ હેલિકોપ્ટર સાયન્સ સિટીમાં પાર્કઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામતો જાય તેમ ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટીના નેતાઓ પ્રચાર માટે અમદાવાદ એરપોર્ટ પરથી આવનજાવન વધી છે. મહત્ત્વની વાત એ છે કે ભાજપે અમિત શાહ માટે પ્રચાર માટે એક હેલિકોપ્ટર સાયન્સ સિટી ખાતે પાર્ક કર્યું છે. નોંધનીય છે કે ભાજપે એક હેલિકોપ્ટર ગાંધીનગર કાર્યાલય ખાતે પાર્ક કરવામાં આવ્યું છે.મંગળવારે ભાજપના પ્રેસિડેન્ટ જેપી નડ્ડા દિલ્હીથી ચાર્ટર્ડ ફલાઇટમાં 11 કલાકે અમદાવાદ આવ્યા હતા ત્યાંથી તેઓ સાયન્સ સિટીથી હેલિકોપ્ટર અમિત શાહ સાથે ગયા હતા. જ્યારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ચાર્ટર્ડ ફલાઇટમાં બપોરે 2 30 વાગે આવ્યા હતા. જ્યારે અશોક ગેહલોત પણ હેલિકોપ્ટરથી બપોરે 11.30 કલાકે ઉદેપુર જવા રવાના થયા હતા. આમ દિવસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર વ્યસ્ત રહ્યું હતું. આગામી ટૂંક સમયમાં મધ્ય પ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ પણ આવવાના છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ખાનગી વિમાનને અમદાવાદમાં પાર્કિંગ માટે પરમિશન ન મળતાં આખરે વિમાન વડોદરા પાર્ક કરવું પડ્યું હતું.સપ્તાહમાં એરપોર્ટ પર 50થી વધુ ચાર્ટર્ડ વિમાન આવ્યાંગુજરાત વિધાસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ વિવિધ રાજકીયપક્ષો દ્વારા અત્યાર સુધી પ્રચાર માટે 50થી વધુ ચાર્ટર્ડ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવ્યા છે. આમ આ વખતે ગુજરાતમાં રાજકીય માહોલને જોતા એરપોર્ટ પર ચાર્ટર્ડ વિમાનની મુવમેન્ટ હજુ વધશે. ચાર્ટર્ડ વિમાનની પાછળ રાજકીયપક્ષો કરોડોનો ખર્ચ કરશે. ભાજપે પ્રચાર માટે 6 હેલિકોપ્ટર બુક કર્યા છે.

Google Follow Image