Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 05:10 am
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીને લઇને મંગળવારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અને આખરી યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં મોટા ભાગની કેટેગરીમાં ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત લઇ લેતા બિન હરીફ જાહેર થયા હતા. માત્ર એક જનરલ કેટેગરી લોકલની 8 બેઠકો ઉપર 9 ઉમેદવારોના ફોર્મ ભરાયા છે. આ બેઠકમાં એક ઉમેદવારને પોતાનું ફોર્મ પરત લેવા માટે સમજાવામાં આવ્યા છતાં તેમણે પોતાનું ફોર્મ પરત લીધું ન હોતું.ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસની ચૂંટણીને લઇને મંગળવારે આખરી યાદી બહાર પાડવામાં આવી હતી. મંગળવારે ભરેલા ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત હતી. અંતિમ મુદતમાં તમામ કેટેગરીમાં બેઠક જેટલા ઉમેદવારો રહેતા બિન હરીફ જાહેર થયા હતા. માત્ર એક જનરલ કેટેગરી લોકલમાં એક ઉમેદવાર વધારે હોવાથી આ કેટેગરીમાં માટે ચૂંટણી કરવામાં આવી શકે છે.આમ ચેમ્બરની આ કેટેગરીમાં એક ઉમેદવારને દિવસ દરમિયાન સમજાવા છતાં તેઓ પોતાનું ફોર્મ પરત લેવા તૈયાર થયા ન હતા. ચેમ્બરના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઉમેદવાર ટૂંક સમયમાં પોતાનું ફોર્મ પરત લઇ લેશે. જો આમ થશે તો તમામ કેટેગરી બિનહરીફ ચૂંટાઇ આવશે અને ચેમ્બરમાં ઇલેક્શનની જગ્યાએ સિલેકશનથી પતાવટ થઇ જશે.