ચૂંટણીનો માહોલ: અમદાવાદમાં 11 સીટ પર ભાજપ લીડ માટે, પાંચ પર નાક સાચવવા લડે છેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-11-2022 | 04:10 am

ચૂંટણીનો માહોલ: અમદાવાદમાં 11 સીટ પર ભાજપ લીડ માટે, પાંચ પર નાક સાચવવા લડે છેઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદ શહેરની 16 બેઠકો પૈકી મોટા ભાગની બેઠકો પર હજુ ચૂંટણીનો માહોલ જામ્યો નથી. લોકોનું અકળ મૌન હજુ રાજકીય પક્ષોને સતાવે છે. મોટા ભાગની સોસાયટીઓમાં નેતાઓને સભા માટે નો એન્ટ્રી મળી રહી છે ત્યારે નેતાઓ માત્ર સોસાયટીઓની બહારથી રાઉન્ડ લઈ જતા જોવા મળી રહ્યા છે, પણ અમદાવાદ શહેરની 16 બેઠકોની વાત કરીએ તો ભાજપ માત્ર પાંચ બેઠકો પર જ ચૂંટણી લડી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.આ પાંચ બેઠકોમાં દરિયાપુર, જમાલપુર-ખાડિયા, દાણીલીમડા, બાપુનગર અને અમરાઈવાડી છે. 2017માં આમાંથી ચાર બેઠક કોંગ્રેસે જીતી હતી જ્યારે અમરાઈવાડી બેઠક ઓછા માર્જિનથી ભાજપે જીતી હતી. દરિયાપુર અને જમાલપુર-ખાડિયા અને દાણીલીમડા એ મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકો છે. બાપુનગરમાં હિન્દી ભાષી મતદારો વધુ છે. બાકીની જે 11 બેઠક છે, તેમાં છેલ્લાં વર્ષોથી ભાજપ જ જીતે છે, પણ અહીં ઉમેદવારો જીતવા માટે નહીં પણ જંગી લીડ માટે લડી રહ્યા છે.ભાજપના જ ઉમેદવારો વચ્ચે કોણ વધુ મતથી જીતે તેની માટે આકરી સ્પર્ધા ચાલી રહી છે. દરેક ઉમેદવાર એ પ્રયાસ કરી રહ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના વિસ્તારમાં આવીને સભા કરે અથવા રેલી યોજે. તેનું એકમાત્ર કારણ એ છે કે, દરેક ઉમેદવાર પોતાની જીત જંગી લીડથી થાય તેવા મરણિયા પ્રયાસ કરી રહ્યા છે. અલબત્ત, મોટા ભાગની બેઠકો પર ઉમેદવાર બદલાઈ ગયા હોવાના કારણે ભૂતપૂર્વ ધારાસભ્યો કરતાં વધુ મત મળે તે માટે પણ તેઓ મહેનત કરી રહ્યા છે.2017ની ચૂંટણીનું માર્જિનભૂપેન્દ્ર પટેલ સૌથી વધુ 1.17 લાખ મતથી વિજયી થયા હતાબેઠક નંબર બેઠક વિજેતા રનરઅપ માર્જિન41 ઘાટલોડિયા ભૂપેન્દ્ર પટેલ (રીપિટ) શશિકાંત પટેલ 11775042 વેજલપુર કિશોર ચૌહાણ મિહિર શાહ 2269543 વટવા પ્રદીપસિંહ જાડેજા બિપીન પટેલ 6238044 એલિસબ્રિજ રાકેશ શાહ વિજય દવે 8520545 નારણપુરા કૌશિક પટેલ નિતીન પટેલ 6621546 નિકોલ જગદીશ પંચાલ (રિપીટ) ઈન્દ્રવિજયસિંહ ગોહિલ 2488047 નરોડા બલરામ થવાણી ઓમપ્રકાશ તિવારી 6014248 ઠક્કરબાપાનગર વલ્લભ કાકડિયા બાબુભાઈ માંગુકિયા 3408849 બાપુનગર હિંમતસિંહ પટેલ (રિપીટ) (કોંગ્રેસ) જગરૂપસિંહ રાજપૂત 306750 અમરાઈવાડી હસમુખ પટેલ સોમા અરવિંદસિંહ ચૌહાણ 4973251 દરિયાપુર ગ્યાસુદ્દીન શેખ (રિપીટ)(કોંગ્રેસ) ભરત બારોટ 618752 જમાલપુર-ખાડિયા ઈમરાન ખેડાવાલા (રિપીટ) (કોંગ્રેસ) ભૂષણ ભટ્ટ 2933953 મણિનગર સુરેશ પટેલ શ્વેતા બ્રહ્મભટ્ટ 7519954 દાણીલીમડા(SC) શૈલેષ પરમાર (રિપીટ)(કોંગ્રેસ) જિતેન્દ્ર વાઘેલા 3251055 સાબરમતી અરવિંદ પટેલ ડો. જિતુ પટેલ 6881056 અસારવા (SC) પ્રદીપ પરમાર કનુ વાઘેલા 49264આ કારણોસર આ પાંચ બેઠકો પર રસાકસીજમાલપુર-ખાડિયા | મતોમાં ભારે વિભાજન કોને ફળશે?જમાલપુર-ખાડિયા ભાજપનો ગઢ ગણાતી બેઠક છે. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના નેતા ઈમરાન ખેડાવાલાએ ભાજપના ભૂષણ ભટ્ટને હરાવ્યા હતા. 2012માં ભૂષણ ભટ્ટે કોંગ્રેસના વિખવાદના કારણે સમીરખાનને હરાવ્યા હતા. આ વખતે અહીં જીતવું એ ભાજપ માટે નાક રાખવા સમાન છે. આપ, ઓવૈસીની પાર્ટીને કારણે મતોમાં મોટાપાયે વિભાજન પણ થશે.દરિયાપુર | કોંગ્રેસને પોતાના ગઢમાં મત વહેંચાવાનો ડરઆ બેઠક છેલ્લી ત્રણ ટર્મથી કોંગ્રેસ પાસે છે. 2017માં કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખે ભાજપના ભરત બારોટને હરાવીને બેઠક જીતી હતી. આ વખતે ભાજપે 30 વર્ષથી સંગઠન સાથે સંકળાયેલા પૂર્વ કોર્પોરેટર કૌશિક જૈનને ઉતાર્યા છે. તેમના માટે સંગઠન મહેનત કરી રહ્યું છે. જ્યારે આપ અને અપક્ષ ઉમેદવાર મુસ્લિમ હોવાથી કોંગ્રેસને વોટ વહેંચાવાનો ડર છે.દાણીલીમડા | ભાજપ નિષ્ક્રિય, કોંગ્રેસને જીતનો વિશ્વાસઆ બેઠક છેલ્લી ચાર ટર્મથી કોંગ્રેસ પાસે જ છે. 2017માં પણ કોંગ્રેસના શૈલેશ પરમારે 30 હજાર મતની લીડથી આ બેઠક હાંસલ કરી હતી. આ વખતે પણ અહીં શૈલેશ પરમારને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ભાજપે નરેશ વ્યાસને ઉતાર્યા છે. નરેશ વ્યાસ સામે ભૂતકાળમાં ઘણા બધા આક્ષેપો થયા છે. જોકે ભાજપ આ બેઠક પર અન્ય બેઠકો પર મહેનત કરે છે તેવું જોવા મળી રહ્યું નથી.બાપુનગર | ભાજપ ઉત્તર ભારતીય મતદારોના ભરોસે​​​​​​​આ બેઠક પર 2017માં કોંગ્રેસના હિંમતસિંહ પટેલે માત્ર 3 હજાર મતથી ભાજપ સામે જીત મેળવી હતી. આ વખતે તેમને રિપીટ કરાયા છે, પણ ભાજપે અહીં હિન્દી ભાષી વધુ હોવાના કારણે ઉત્તર ભારતીય કાર્ડનો ઉપયોગ કર્યો છે. મૂળ ઉત્તર ભારતના અને સરસપુર વોર્ડના કોર્પોરેટર દિનેશસિંહ કુશવાહને મેદાનમાં ઉતાર્યા છે.અમરાઈવાડી | છેલ્લે હારને લીધે ભાજપના મરણિયા પ્રયાસઅહીં કોંગ્રેસે બીજી વખત ધર્મેન્દ્ર પટેલને ટિકિટ આપી છે. 2017માં અહીં ભાજપના હસમુખ પટેલ જીત્યા હતા, પણ 2019માં પેટા ચૂંટણી થઈ હતી, જેમાં કોંગ્રેસના ધર્મેન્દ્ર પટેલ 5047 વોટથી હાર્યા હતા. તેમનું પ્રભુત્વ વધુ હોવાથી કોંગ્રેસે તેમને રિપીટ કર્યા છે. ભાજપ ઓછા માર્જિનથી પેટા ચૂંટણી જીત્યો હોવાથી અહીં પણ એડીચોટીનું ચોર લગાવી રહ્યો છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER