દુશ્મન દેશને મળ્યા ભારતીય સૈન્યના સિક્રેટ્સ: પાકિસ્તાની જાસૂસી સંસ્થાના હેકર્સે અધિકારીઓને લિંકો મોકલી માહિતી મેળવી, અમદાવાદી જાસૂસે પૂરા પાડ્યા સીમકાર્ડઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 2 months ago | 29-09-2022 | 12:10 am

દુશ્મન દેશને મળ્યા ભારતીય સૈન્યના સિક્રેટ્સ: પાકિસ્તાની જાસૂસી સંસ્થાના હેકર્સે અધિકારીઓને લિંકો મોકલી માહિતી મેળવી, અમદાવાદી જાસૂસે પૂરા પાડ્યા સીમકાર્ડઅમદાવાદકૉપી લિંકશેર

તાજેતરમાં અમદાવાદમાંથી પાકિસ્તાનને સૈન્યની ગુપ્ત માહિતી પહોંચાડનારો જાસૂસ ઝડપાયો છે. પાકિસ્તાની હાઈ કમિશનના ઈન્ટેલિજન્સ ઓફિસરના મેળાપીપણાંમાં ભારતીય સૈન્યના નિવૃત્ત થવા જઈ રહેલા સિનિયર અધિકારીઓ અને જવાનોને કેન્દ્રીય સૈનિક બોર્ડ તેમજ ડિપાર્ટમેન્ટ ઓફ એક્સ સર્વિસમેન વેલ્ફેર જેવી સેનાના કર્મચારીઓની વેબસાઈટ જેવી ફેક વેબસાઈટ બનાવી દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલવાના કાવતરાનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો હતો. આ મામલે કાલુપુરમાં અબ્દુલ વહાબ પઠાણની પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓફિસરને સીમકાર્ડ પૂરા પાડવા બદલ ધરપકડ કરી છે.પાકિસ્તાને મેળવેલો પર્સનલ ડેટા દેશ માટે જોખમીઅમદાવાદના અબ્દુલ વહાબની મદદથી પાકિસ્તાની હાઇ કમિશનના ઇન્ટેલિજન્સ ઓફિસર પાસે ભારતીય સૈન્યની ગુપ્ત માહિતી પહોંચી ગઈ છે. વોટ્સએપ એક્ટિવેટ સિમ કાર્ડની મદદથી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના હેકર્સે ભારતીય આર્મી અને સુરક્ષા દળોના સંખ્યાબંધ કર્મચારીઓ તથા અધિકારીઓના મોબાઈલ નંબર અને તેમના પર્સનલ ડેટા મેળવી લીધો છે. જે દેશ માટે ખૂબ જ જોખમી બાબત છે.ક્રાઈમ બ્રાન્ચને હવે સીધા દિલ્હીથી આદેશ મળશેઆ પ્રકરણમાં અબ્દુલ સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા હતા અને આ તમામે કેટલા સીમકાર્ડ પાકિસ્તાની હાઈ કમિશનમાં પહોંચાડ્યા હતા, તેની વિગતોની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. દેશની અતિ મહત્વની વિગતો દુશ્મન દેશ પાસે પહોંચી ગઈ હોવાથી આ સમગ્ર પ્રકરણની તપાસ કરતી ક્રાઈમ બ્રાન્ચને હવે સીધા દિલ્હીથી આદેશ મળશે. દિલ્હી બેઠેલા સિનિયર ઓફિસરોની દોરવણી હેઠળ સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવશે.ISIના હેકર્સ સિનિયર અધિકારીઓના મોબાઇલ પર લિંક મોકલતાISIના હેકર્સ દ્વારા સિનિયર અધિકારીઓના નંબર મેળવીને તેમના મોબાઈલ પર એક લિંક મોકલવામાં આવતી હતી. જો તમે લિંક ઓપન કરી દો તમારા ફોનમાંથી માહિતી અને ડેટા સીધો હેકર્સ પાસે પહોંચી જતો હતો. આમ અબ્દુલ વહાબના કારસ્તાનને કારણે દેશના આર્મી અને સુરક્ષા દળોના સંખ્યાબંધ કર્મચારીઓ અધિકારીઓની વિગતો, પર્સનલ ડેટા અને ઘણી માહિતી દુશ્મન દેશ પાસે પહોંચી ગઈ હોવાનું તપાસમાં ખુલી રહ્યું છે.દાણીલીમડાના મુસ્તકીમ તેતરાના ડોક્યુમેન્ટને આધારે સીમકાર્ડ મેળવ્યુંઅમદાવાદના કાલુપુરમાં રહેતો અબ્દુલ વહાબ શેખ 1981 થી 2019 દરમિયાન ચાર વખત પાકિસ્તાન ગયો હતો અને પાકિસ્તાની જાસૂસ બનીને અમદાવાદ પરત આવ્યો હતો. તેણે દાણીલીમડાના મુસ્તકીમ તેતરાના ડોક્યુમેન્ટને આધારે સીમકાર્ડ મેળવ્યું હતું અને અન્યના નામ તથા ડોક્યુમેન્ટના આધારે પણ સીમકાર્ડ મેળવીને પાકિસ્તાની હાઈ કમિશનની ઓફિસમાં પહોંચાડ્યા હતા.અધિકારી જો લિંક ક્લિક કરે તો સીધી જ માહિતી પાકિસ્તાન પહોંચતીઆ સમગ્ર પ્રકરણની તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, ભારતીય નંબરના વોટ્સએપ મદદથી આર્મીના અધિકારીઓ તેમજ કર્મચારીઓને વોઈસ કોલ કરવામાં આવતા હતા. ઉપરાંત હેકર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી ખાસ લિંક આર્મીના તેમજ સુરક્ષા દળોના નાનામાં નાના કર્મચારીથી લઈને સિનિયર અધિકારીઓના મોબાઇલમાં મોકલવામાં આવતી હતી. લિંકના નામ ભારતીય સુરક્ષા દળ આર્મીના નિવૃત્ત થતા તેમજ નિવૃત્ત થયેલા અધિકારીઓની જુદી જુદી વેબસાઈટના ભણતા નામ વાળી હોવાથી તે લિંક કોઈ કર્મચારી કે અધિકારી ક્લિક કરે તો તુરંત જ તેની તમામ વિગતો સામે બેઠેલા હેકર્સને મળી જતી હતી.સૈન્ય ઓપરેશનથી લઈ મૂવમેન્ટ સહિતની વિગતો મેળવતાઆ પ્રેક્ટિસ કરીને તેમણે ભારતીય સૈન્યના ઘણા બધા અધિકારીઓને કર્મચારીઓની વિગતો મેળવી લીધી હતી. સાથે સાથે જો કોઈ ઉત્સાહી અધિકારી કે કર્મચારી લિંકમાં પોતાની વિગતો અપલોડ કરે તો તેમણે આખી જિંદગી દરમિયાન કઈ કઈ જગ્યાએ ફરજ બજાવી છે, કયા ઓપરેશનમાં ભાગ લીધો હતો તેને કેવા પ્રકારના ઇનામ કે મેડલ મળ્યા છે તેની વિગતો પણ દુશ્મન દેશના હેકર્સને મળી જતી હતી. આ વિગતોના આધારે તેઓ વોઇસ કોલ કરીને મિત્રતા કેળવતા હતા.તેમજ જે તે અધિકારી કે કર્મચારીને કેવી બાબતોમાં રસ છે તે બાબતો જ તેમની આગળ રજૂ કરી તેમની સાથે ઘરોબો કેળવીને વિગતો તેમજ હાલ આર્મી કે સુરક્ષા દળોની મૂવમેન્ટ કેવી છે તેની વિગતો પણ મેળવતા હતા આ કેસની ગંભીરતા જોતા દિલ્હી બેઠેલા સિનિયર અધિકારીઓએ તેની તપાસ ઉપર ખાસ વોચ રાખી છે અને માર્ગદર્શન આપવાની શરૂઆત કરી દીધી હોવાનું જાણી શકાય છે.

Google Follow Image