ડ્રગ્સના વેપારમાં યુવતીઓની એન્ટ્રી: મુંબઈની યુવતી અમદાવાદમાં આ રીતે કરે છે ડ્રગ્સનો વેપાર, યુવકોને પોતાના મોહપાશમાં ફસાવી...અમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 25-11-2022 | 07:01 pm

ડ્રગ્સના વેપારમાં યુવતીઓની એન્ટ્રી: મુંબઈની યુવતી અમદાવાદમાં આ રીતે કરે છે ડ્રગ્સનો વેપાર, યુવકોને પોતાના મોહપાશમાં ફસાવી...અમદાવાદકૉપી લિંકશેર

ડ્રગ્સનું નામ આવતા જ સમજાય છે કે તે કેવી ઇમેજ ઉભી કરે છે. કોઈ ડ્રગ્સના વેપારીએ ડ્રગની લાલચ આપી કોઈ યુવતીને ફસાવી હશે અને તેનું શોષણ પણ કર્યું હતું. પરંતુ હવે આ વાત જૂની થઈ ગઈ છે કારણ કે, ડ્રગ્સના વેપારમાં હવે યુવતીઓ પણ આવી ગઈ છે અને હવે તે યુવકોને ફસાવી રહી છે. પહેલાં તે પાર્ટી કે ક્લબમાં જઈને લોકોને પોતાના મોહપાશમાં ફસાવવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તેને ડ્રગ પાર્ટી કે ડ્રગ ખરીદવા માટે રૂપિયા આપે છે અને ત્યારથી શરૂ થાય છે આ ડ્રગ્સ અને તેના વેપારનો સિલસિલો. જે યુવક ડ્રગ્સનો આદિ થઈ જાય છે તેને રૂપિયાની જરૂર હોય છે અને આ યુવતીઓ રૂપિયા પણ આપે છે. પરંતુ રૂપિયા ના ચૂકવતા તેને ડ્રગ્સનો ડિલેવરી બોય બનાવી દે છે. આ પ્રકારનું રેકેટ મુંબઇની યુવતી અમદાવાદમાં આવીને ચલાવતી હતી. જેને અમદાવાદમાં ડ્રગ્સનું રેકેટ બનાવવા માટે એક મકાન ભાડે રાખ્યું હતું અને રોજ રાત પડતા તે એસપી રીંગ રોડ પાસેના કેફે કે ફાઇવ સ્ટાર હોટલ નજીક પહોંચી જતી હતી. આખું રેકેટ એસઓજીએ ઝડપી પાડ્યું છે.ડ્રગ્સના વેપારમાં યુવતીઓની એન્ટ્રીઅમદાવાદના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી જયરાજસિંહ વાળા ઘણા સમયથી ડ્રગના માફીયાઓને પકડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પહેલા એવું હતું કે, જુના પુરાણા ગુનેગારો વેપારમાં આવતા હતા અને યુવાનોને ફસાવતા હતા પરંતુ હવે યુવાનો જ યુવાનોને ડ્રગ્સમાં ફસાવતા હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. એસઓજીએ તાજેતરમાં રહેનુમા ખાન નામની એક મહિલાને ઝડપી છે. આ મહિલા મૂળ મહારાષ્ટ્રના થાણેની છે.મહિલા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવતીજે ડ્રગ્સનો વેપાર કરવા માટે અમદાવાદ આવી હતી અને અમદાવાદના જુહાપુરા પાસે એક ભાડાનું મકાન રાખી તે પોતાનું નેટવર્ક ફેલાવવા માંગતી હતી. સૂત્રોની વાત માનીએ તો આ મહિલાએ અમદાવાદની અંદર પોતાના 100 કસ્ટમર બનાવ્યા છે જે એમડી ડ્રગના રવાડે ચડ્યા છે અને તેમને ડ્રગના રવાડે ચડાવવા પાછળ રહેનુમાનો જ હાથ છે. કારણ કે, પોલીસ તપાસમાં જે વાત સામે આવી છે તેમાં રહેનુમા રોજ સાંજે પોતાના શિકાર શોધવા માટે ઘરેથી નીકળતી હતી.યુવાનોને ફસાવી પાર્ટી માટે ઓફર કરતીસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે રહેનુમા રોજ સાંજે તૈયાર થઈને એસપી રીંગ રોડ પાસે આવેલા કેફે નજીકની ફાઇવ સ્ટાર હોટલોની ગેલેરીઓ અને સિંધુભવનની આસપાસના નિર્જન સ્થળે પહોંચી જતી હતી. જ્યાં તે કોઈ એકલ યુવાન સાથે આંખના ઇશારામાં વાતો કરતી અને જો કોઈ તેનામાં ફસાય તો તરત જ તેને પાર્ટી માટે ઓફર કરતી હતી.યુવતી યુવાનોને મફતમાં ડ્રગ્સ આપતીલેટ નાઈટ સુધી ફરતી રહેનુમા પોતાની મોહક અદાઓમાં કોઈને ફસાવી દેતી હતી અને એક વખત તેને સાથે કોઈ યુવાન પાર્ટીમાં જાય ત્યારબાદ તેને ડ્રગ્સ આપી દેતી હતી. યુવાન બીજી વખત ડ્રગ્સ માટે ડિમાન્ડ કરે ત્યારે આ યુવતી તેને મફતમાં ડ્રગ્સ આપતી હતી. પછી ધીમે ધીમે તેને ઉછીના રૂપિયા આપવાનું શરૂ કરે અને જો તે રૂપિયા પરત ના કરે તો તેને ડ્રગ્સ ડિલિવરી બોય બનાવી દેતી હતી.એસઓજીએ મહિલા સહિત ચારને ઝડપી પાડ્યાઆવી રીતે આ યુવતીએ અમદાવાદ શહેરમાં અલગ જ યુવાનોને પોતાના ડિલિવરી બોય બનાવી દીધા હતા. જેમાં આજે એસઓજીએ 6 લાખથી વધુના મુદ્દા માલ સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા છે. જેમાં મુખ્ય આરોપી મહિલા છે. જ્યારે તેની સાથે ડિલિવરી કરનાર શાબાશ ખાન, જેનિસ દેસાઈ અને અંકિત શ્રીમાળીની ધરપકડ કરી છે.

Google Follow Image

Latest News

  1. ભાસ્કર એક્સક્લૂસિવકોંગ્રેસના ગઢમાં ભાજપે IPS અધિકારીને ઉતાર્યા: ખેતમજૂરી કરી પોલીસ અધિકારી બન્યા, મોદીની સિક્યોરિટી સંભાળી, શું આ સીટ પર ભગવો લહેરાવી શકશે?અમદાવાદકૉપી લિંકશેર
  2. DB REELS, આ 'નાના' પાટેકર જ છે: સ્ટેજ પર ચડી જઈને ભાભાએ ધબધબાટી બોલાવી, ફિલ્મી અંદાજમાં વોટિંગ વધારવા કરી અપીલઅમદાવાદકૉપી લિંકશેર
  3. રજાઓનો દુરુપયોગ: ખોટી રજા પાડી મુદતો માગતા વકીલો સામે હાઇકોર્ટ નારાજઅમદાવાદકૉપી લિંકશેર
  4. રજૂઆત: ચૂંટણી ફંડમાં પક્ષો ઓડિટ વિનાના પૈસા વાપરતા હોવાની ફરિયાદ કરાઈઅમદાવાદકૉપી લિંકશેર
  5. ભાસ્કર એક્સક્લુઝિવ: કોમ્પ્યુટર, ITમાં પ્રવેશના ક્રેઝને કારણે ખાનગી ડિપ્લોમા કોલેજોની 45 ટકા બેઠકો ખાલી રહીઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News

AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER