પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 month ago | 02-07-2022 | 09:01 pm

પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર

આશ્રમ રોડ પરની આવેલી એશિયા પેસિફિક ઈન્સ્ટીટ્યુટની હેડ ઓફિસમાં કોલેજના ડાયરેકટર અને પૂર્વ પ્રોફેસર વચ્ચે વિવાદ થતા બન્ને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે. કોલેજના પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીએ ફરિયાદ નોંધાવી છે કે, ડાયરેકટર અને મહિલા કર્મચારીએ પતિનો બાકી પગાર લેવા જતા મારમાર્યો હતો. જ્યારે ડાયરેક્ટરે પૂર્વ પ્રોફેસર વિરુદ્ધ મારમાર્યાની ફરિયાદ કરી છે.'પતિનો બાકી પગાર માગતા માર માર્યો'એશિયા પેસિફિક ઇન્સ્ટીટ્યુટ ઓફ હોટલ મેનેજમેન્ટમાંથી સસ્પેન્ડ થયેલા પ્રોફેસરની પત્નીએ ડાયરેકટર પરેશ ગજ્જર અને મહિલા કર્મચારી વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ પતિનો સંસ્થામાં દોઢ લાખ રૂપિયા પગાર બાકી હતો. આથી તે પગાર લેવા હેડ ઓફિસ પહોંચ્યા તો મિટિંગ ચાલુ હોવાથી રાહ જોઇને બેઠા હતા. સાંજે 6 વાગ્યે ડાયરેકટ પરેશ ગજજરે મળીને 'તમે કેમ અહીંયા આવ્યા છો? પગાર નહિ મળે.' તેમ કહીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. સાથે જ હાજર મહિલા કર્મચારીએ પણ અપશબ્દો કહ્યા હતા. ફરિયાદી અને તેમના પતિને મારમારી ધક્કા મારી બહાર કઢાતા 181 હેલ્પલાઇન પર ફોન કર્યો હતો.પૂર્વ પ્રોફેસર સામે ડાયરેક્ટરની ફરિયાદબીજીબાજુ પરેશ ગજ્જરે નોંધાવેલી ફરિયાદ મુજબ, પૂર્વ પ્રોફેસરે આવીને અપશબ્દો બોલ્યા અને ડાયરેક્ટરનો કોલર પકડી 'મને કેમ સસ્પેન્ડ કર્યો?' તેમ કહી ઝપાઝપી અને મારામારી કરી ઓફિસની મહિલા કર્મચારીને મારમારી છેડતી કરી હતી. હાલ તો વાડજ પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Google Follow Image

Latest News


  1. બહેને ભાઈ માટે સંતાનને જન્મ આપ્યો: ગુજરાતી ભાઈ-બહેનના પ્રેમનો પ્રેરણાદાયી કિસ્સો, નિઃસંતાન ભાભીને મા બનવાનું સૌભાગ્ય આપ્યું, કાળજાંનો કટકો આફ્રિકા પહોંચ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  2. હત્યાનો પ્રયાસ: અમદાવાદમાં યુવકે વેપાર અર્થે 1 લાખ 10 ટકાના વ્યાજે લીધા, વ્યાજખોરે ગ્રાઉન્ડ ફ્લોરથી ધક્કો મારી બેઝમેન્ટમાં પાડ્યોઅમદાવાદકૉપી લિંકશેર
  3. કોર્પોરટરની રક્ષાબંધન: અમદાવાદના ભાજપના કોર્પોરેટરને 960 બહેનોએ રાખડી બાંધી, રાખડીઓથી પ્રકાશ ગુર્જરનો આખો હાથ ભરાઈ ગયોઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં 552 નવા કેસ સામે 874 દર્દી રિકવર અને 2નાં મોત; રાજ્યમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદ ક્રાઈમ ન્યૂઝ: બાપુનગરમાં બમ્પ આવતાં બાઈક સ્લીપ થતાં ચાર દિવસે મોત, યુવક પટકાયો ને ભાનમાં આવ્યો જ નહીંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER