Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 05:01 am
ધંધૂકા તાલુકાના ભાલ પરગણાંના રંગપુર ગામમાં આવેલી શ્રી રામદેવજી મહારાજની જગ્યાના શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર જયદેવ બાપુના ધર્મપત્ની પૂજ્ય કનકબા ગત 21મી જૂનના રોજ દેવલોક પામતા સમસ્ત ગામ તેમજ ભાલ પરગણાના લોકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.રંગપુર ગામની રામદેવજી મહારાજની જગ્યાના પૂ. કનકબા દેવલોક પામતા તેમની અંતિમયાત્રામાં સમગ્ર ગામના લોકો તેમજ પરગણાના અનેક લોકો સામેલ થયા હતા અને કનકબાને અશ્રુભીની વિદાય આપી તે વખતે ગામમાં વાતાવરણ ભારે ગમગીન બની ગયુ હતુ.આગામી 25મી જૂનને શનિવારના રોજ પૂ. કનકબાનું તીરથ ભોજન રાખવામાં આવ્યુ છે. ત્યારે આ વિધિમાં ગામ તેમજ પરગણાના ગામોના અનેક લોકો અને અનુયાયીઓ હાજરી આપશે તેમ પૂ. જયદેવ બાપુએ જણાવ્યુ છે. કનકબા દેવલોકામતા સમસ્ત ગામ તેમજ ભાલ પરગણાના લોકોમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.