ધ્વજવંદન: SGVPમાં જિલ્લાના ધ્વજવંદનના કાર્યક્રમમાં 108ની 15 એમ્બુલન્સ જોડાશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 month ago | 13-08-2022 | 08:10 am

ધ્વજવંદન: SGVPમાં જિલ્લાના ધ્વજવંદનના કાર્યક્રમમાં 108ની 15 એમ્બુલન્સ જોડાશેઅમદાવાદકૉપી લિંકશેર

એસ.જી.વી.પી.ખાતે શનિવાર યોજાનાર જિલ્લાકક્ષાના ધ્વજવંદનના રિહર્સલમાં જિલ્લા કલેકટર સંદીપ સાંગલના હસ્તે ધ્વજ લહેરાવશે. કાર્યક્રમમાં 108ની 15 એમ્બ્યુલન્સ જોડાશે. આ અંતર્ગત જિલ્લાના ઐતિહાસિક સ્થળો અને 23 જેટલા તળાવ પર પ્રથમવાર ધ્વજ વંદન થશે.જિલ્લાના અધિક કલેકટર પી.બી.પંડયાએ કહ્યું કે, જિલ્લાના કક્ષાના ‌ધ્વજવંદનના કાર્યક્રમનું શનિવારે રિહર્સલ થશે. આજ સ્થળે 15મી ઓગસ્ટે જિલ્લાના ભાજપના પ્રભારી મંત્રી ‌ધ્વજવંદન કરશે. રાજ્યમાં 108ની સેવાને 15 વર્ષ પૂરા થતાં ધ્વજવંદનના કાર્યક્રમમાં 15 જેટલી એમ્બ્યુલન્સ જોડાશે. જે જિલ્લાના શેલા, સાણંદ, સરખેજ વિસ્તારોમાં ફરીને સાબરમતી રિવરફ્રન્ટ પર રેલી સંપન્ન કરશે.શુક્રવારે જિલ્લાના પ્રત્યેક તાલુકામાં આવેલા તળાવમાંથી અંદાજે 23 તળાવમાં પણ ધ્વજવંદન કાર્યક્રમ થશે. આ ઉપરાંત જિલ્લાની ઐતિહાસિક સ્થળો જેવા કે સાણંદનું પાંડવકાલિન અત્રેશ્વર મહાદેવનું મંદિર, બાણગંગા થળાવ, પ્રથમ સ્વાતંત્રય સંગ્રામ, વિરોચનનગરગામે મેલડી માતાજીનું મંદિર, ધોલેરા શ્રી સ્વામીનારાણય મંદિર, મીટા સત્યાગ્રહ વખતની ખાંભી, પીરદરગાહ-ભડીયાદ, કષ્ટભંજન હનુમાનજી મંદિર-કમિયાળા, બુટભવાની મંદિર, સરમુબારક, મેઘાણી કોર્ટ, ધંધુકામાં હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબનું જન્મ સ્થળ, મહાપ્રભુજીની બેઠક, બુટભવાની મંદિર, સંતસવૈયાનાથની જગ્યા, ધોળકામાં લોથલ, મલાવ તળાવ અને વિરમગામમાં મૂનસર તળાવ ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાશે. જેમાં સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહેશે. આગામી ત્રણ દિવસ સુધી ધ્વજ લહેરાવાશે. સ્થાનિક વિવિધ કાર્યક્રમો યોજાશે. અમદાવાદની વિવિધ આરટીઓ કચેરીમાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ થશે.

Google Follow Image

Latest News


  1. અકસ્માત: બગોદરા બસ સ્ટેશન સામે રાહદારીને ડમ્પરચાલકે ટક્કર મારતાં મોતબાવળાકૉપી લિંકશેર
  2. કાર્યવાહી: કોચરિયા ગામમાંથી 18 બોટલ દારૂ સાથે બુટલેગર પકડાયોબાવળાકૉપી લિંકશેર
  3. અમદાવાદમાં ડ્રોન શો: અમદાવાદમાં સૌ પ્રથમવાર યોજાયો ડ્રોન શો, ભારતના નકશાથી લઇને વેલકમ પીએમ મોદી સહિતની ડિઝાઇન જોવા લોકો ટોળે વળ્યાંઅમદાવાદકૉપી લિંકશેર
  4. દુશ્મન દેશને મળ્યા ભારતીય સૈન્યના સિક્રેટ્સ: પાકિસ્તાની જાસૂસી સંસ્થાના હેકર્સે અધિકારીઓને લિંકો મોકલી માહિતી મેળવી, અમદાવાદી જાસૂસે પૂરા પાડ્યા સીમકાર્ડઅમદાવાદકૉપી લિંકશેર
  5. સિંગાપોર એરપોર્ટને ઝાંખું પાડશે કાલુપુર રેલવે સ્ટેશન: મોઢેરાના સૂર્યમંદિરથી જેવી ડિઝાઈન, બુલેટ-મેટ્રો અને BRTSથી સીધું કનેક્ટ કરાશે, પહેલીવાર જુઓ 3D વીડિયોઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER