Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 03:01 pm
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે લડવા આમ આદમી પાર્ટી(AAP)ની એન્ટ્રી થયા બાદ છેલ્લા કેટલાક સમયથી આપના સુપ્રીમો કેજરીવાલ દ્વારા ભાજપ સરકાર પર સીધા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 4 ઓગસ્ટે ભાજપ સામે ગૂગલી ફેંકતાં ટ્વીટ કર્યું હતું કે AAP ગુજરાતમાં તેજીથી આગળ વધી રહી છે, ભાજપ ગભરાટમાં છે. શું ખરેખર આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં અમિત શાહને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવા જઈ રહ્યો છે? ભૂપેન્દ્રભાઈ પટેલના કામથી ભાજપ પણ નારાજ છે?કેજરીવાલના ટ્વીટનો એક નેતાએ જવાબ ન આપ્યોકેજરીવાલનું આ ટ્વીટ છતાં ગુજરાત ભાજપના એકપણ નેતા જાહેરમાં તો ઠીક, સોશિયલ મીડિયામાં પણ કેજરીવાલ નો 'ક' કે આપ નો 'આ' પણ બોલતા કે લખતા નથી. તેની પાછળ ભાજપ હાઈકમાન્ડે સૂચના આપી છે કે AAP હોય કોંગ્રેસ, કોઈપણ વિપક્ષને જવાબ આપવો નહીં, ભાજપે માત્ર ને માત્ર વિકાસનો જ પ્રચાર-પ્રસાર કરવો.કેજરીવાલને ‘મહાઠગ’થી સંબોધે છેજોકે ભાજપના ઓફિશિયલ FB પેજ એવા BJP ગુજરાત પેજ પર કેજરીવાલને મહાઠગ કહેતી અલગ અલગ સવાલો ઉઠાવતી પોસ્ટ જોવા મળે છે. જોકે ચોક્કસ ટ્વીટથી જવાબ આપવામાં આવતો નથી.સરકારી યોજનાઓનો જ પ્રચાર કરવા સ્પષ્ટ આદેશગુજરાત ભાજપના કેટલાક નેતાઓએ ટ્વીટ અને ભાષણથી જ પક્ષને ડેમેજ થાય એવી પ્રવૃત્તિ શરૂ કરી દેતાં BJPએ કઠોર નિર્ણય લઈને નેતાઓ હોય કે કાર્યકર, તમામને ભાજપની કેન્દ્ર અને ગુજરાત સરકારની કામગીરી અને યોજનાની જ વાતો કરવા માટે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. માત્ર વિકાસ અંગે જ સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરવા માટે સૂચના આપવામાં આવી છે, એટલે કે ભાજપ પોતાની લીટી લાંબી કરવા વિપક્ષ સાથે વિવાદમાં ઉતારવાથી દૂર રહેવા લાગ્યો છે.માત્ર ને માત્ર કેન્દ્ર અને ગુજરાત સરકારની કામગીરીની જ વાતગુજરાતમાં ભાજપ સોશિયલ મીડિયામાં પણ બીજા રાજકીય પક્ષો કરતાં મજબૂત છે. ગુજરાત ભાજપના સોશિયલ મીડિયાના ફોલોઅર્સ જોવા જઈએ તો સૌથી વધુ ફેસબુક પર 31 લાખથી વધુ અને ટ્વીટર પર 15 લાખથી વધુ, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર પણ 5 લાખ કરતાં વધુ ફોલોઅર્સ છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપના સોશિયલ મીડિયામાં 20 વર્ષના વિકાસના નામે જ જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. એટલું જ નહીં, ગુજરાતની મુલાકાતે આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ભાષણને પણ લાઈવથી લઈને મોદી-શાહની અલગ અલગ જાહેરાતો અને કેન્દ્ર સરકારની કામગીરીના ઉલ્લેખોને અલગ અલગ રીતે સોશિયલ મીડિયામાં પ્રચાર કરવામાં આવે છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રીના નિર્ણયો અને ભાજપ પ્રમુખનાં નિવેદન-સલાહસૂચનોને પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવે છે.ગુજરાતમાં એન્ટી-ઇન્કમ્બન્સી ઊભી કરવા AAPની ગેરીલા સ્ટ્રેટેજીભાજપને ટક્કર આપવા માટે AAP હવે પંજાબ પેટર્ન મુજબ પ્રજામાં એન્ટી-ઈન્કમ્બન્સી ઊભી કરી રહી છે. આ માટે AAPએ ગેરીલા-એટેકની પદ્ધિતિ અપનાવી છે અને ભાજપના વિકાસ મોડલ પર જ પ્રહાર કરી રહી છે. AAPની દિલ્હી સરકારે આપેલી શિક્ષણ, વીજળી અને પાણી માટેની ફ્રી સુવિધાની યોજનાઓની તેઓ ગુજરાત સાથે તુલના કરી રહી છે. આ રીતે તેઓ ગુજરાતની ભાજપ સરકારને ભીંસમાં લઈ રહી છે, જેથી તેના નેતાઓ ઉશ્કેરાઈ જાય છે.ભાજપના નેતાઓને ઉશ્કેરવા વ્યૂહરચનાઆનાથી કોંગ્રેસ સતત ભીંસમાં રહી હતી. હવે આ જ ગેરીલા-એટેક થકી AAP ગુજરાતમાં ભાજપ સામે એન્ટી-ઈન્કમ્બન્સી ઊભી કરી રહી છે. AAPના નેતાઓ પ્રજા સામે ભાજપ સરકારને સતત શરમજનક સ્થિતિમાં મૂકી રહ્યા છે અને ગુજરાતની જનતાને મૂળભૂત સુવિધાઓ મળતી નથી એવું ઉજાગર કરીને સત્તા પક્ષને અકળાવી રહ્યા છે. હવે ભાજપના નેતાઓ ઉશ્કેરાઈ જાય એટલે એલફેલ નિવેદનો કરે છે, જેથી 'AAP' નેતાઓ વધુ મજબૂત બનવા લાગ્યા છે.