છેતરપિંડી: અમદાવાદમાં સોલર પેનલનો ઓર્ડર લઈ સુરતના દંપતીએ 73 લાખની છેતરપિંડી કરીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 23-09-2022 | 06:10 am

છેતરપિંડી: અમદાવાદમાં સોલર પેનલનો ઓર્ડર લઈ સુરતના દંપતીએ 73 લાખની છેતરપિંડી કરીઅમદાવાદકૉપી લિંકશેર

વાસણામાં રહેતા યુવકને સોલર પેનલનું કામ મળતા તેણે સોલર પેનલની ખરીદી કરવા માટે સુરતના દંપતિનો સંપર્ક કર્યો હતો. જો કે આ દંપતિએ યુવકને સોલર પેનલ આપવાનો વિશ્વાસ આપીને એડવાન્સ પેટે રૂ.73.62 લાખ પડાવી સોલર પેનલ કે પૈસા પાછા ન આપી વિશ્વાસઘાત અને ઠગાઈ આચરી હતી. યુવકે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનોનોંધી વધુ તપાસ હાથધરી છે.વાસણામાં રહેતા અને ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ તથા સ્ટ્રિટ લાઈટિંગ તેમ જ બધા પ્રકારની લાઈટ પેનલ અને સોલર પેનલ સિસ્ટમનો વેપાર કરતા દીંગત શાહને સોલર પેનલ લગાવવાનો ઓર્ડર મળ્યો હતો. જેથી તેમણે સુરત ખાતેની સિદ્ધિ વિનાયક સોલર નામની પેઢીના માલિક ઈલેશ શાહ અને તેમની પત્ની જીનલનો સંપર્ક કરીને સોલર પેનલ ખરીદવા માટેની વાત કરી હતી. જેથી 300 સોલર પેનલ આપવાનું કહીને એડવાન્સ પેટે રૂ.5 લાખ પછી અલગ અલગ રીતે કુલ રૂ.73.62 લાખ મેળવી લીધા હતા.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER