મહિલા માટે ભગવાન બન્યા ડોક્ટર: અમદાવાદમાં મહિલાના પેટમાંથી નીકળી 5 કિલોની વજનદાર ગાંઠ, દર્દીના જીવના જોખમ વચ્ચે ડોક્ટરોની સફળ સર્જરીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 3 days ago | 23-09-2022 | 09:01 pm

મહિલા માટે ભગવાન બન્યા ડોક્ટર: અમદાવાદમાં મહિલાના પેટમાંથી નીકળી 5 કિલોની વજનદાર ગાંઠ, દર્દીના જીવના જોખમ વચ્ચે ડોક્ટરોની સફળ સર્જરીઅમદાવાદકૉપી લિંકશેર

અમદાવાદની SVP હોસ્પિટલમાં 55 વર્ષીય મહિલાની સફળ સર્જરી કરવામાં આવી છે. મહિલાના પેટમાં અંદાજે 5 કિલોની ગાંઠ થઈ ગઈ હતી. આ સર્જરી ખૂબ જ ગંભીર હતી જેમાં દર્દીના જીવને જોખમ પણ રહેલું હતું જેની વચ્ચે ડોકટરોએ મહિલાની સફળ સર્જરી કરી હતી. મહિલા દર્દી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ ધરાવતાં હતા જેથી SVP હોસ્પિટલમાં આ સર્જરીનો તેઓએ કોઈપણ ચાર્જ ભરવો પડ્યો ન હતો.હિસ્ટેરેક્ટોમી સર્જરી કરી બહાર કાઢવામાં આવી ગાંઠ55 વર્ષના મહિલા દર્દી SVP હોસ્પિટલમાં પેટના દર્દ સાથે દાખલ થયા હતા. હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા સોનોગ્રાફી અને તપાસ કરતા તેમને ગાંઠ હોવાનું બહાર આવ્યું હતું. પેટમાં મોટી ગાંઠ થઈ હોવાને પગલે ઓપરેશન કરવું પડે તેમ હતું કે ખૂબ જ જટિલ અને ગંભીર હતું. ડોકટરોએ ઓપરેશન કરી પેટમાંથી અંદાજે 5 કિલોની વજનદાર ગાંઠ જેની સાઈઝ 25×25×28 સેન્ટિમીટર જેટલી હતી. આ ગાંઠ હિસ્ટેરેક્ટોમી સર્જરી કરી બહાર કાઢવામાં આવી હતી. સામાન્ય રીતે આવા જટિલ ઑપરેશન ઓછા થતા હોય છે અને તેમાં દર્દીના જાનનું પણ જોખમ રહેવા પામતું હોય છે.એસ.વી.પી.હોસ્પિટલના ગાયનેક (પ્રસુતિ) વિભાગના વડા ડૉ. પારુલબેન શાહની આગેવાનીમાં સમગ્ર ગાયનેક તથા એનેસથેસિયા વિભાગના ડૉક્ટરોએ ઓપરેશન પાર પપાડ્યું હતું છે તથા દર્દી હાલમાં સંપૂર્ણ સ્વસ્થ છે. આ મહિલા દર્દી PMJAY કાર્ડ ઘરાવતા હોવાથી તેઓને કોઈ ચાર્જ ભરવો પડયો ન હતો.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER