ગોધરા હત્યાકાંડ: કોમી રમખાણોમાં મોદીને મૃત્યુદંડની સજા માટે તીસ્તા, શ્રીકુમાર, સંજીવ ભટ્ટે કાવતરું ઘડ્યું હતુંઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 22-09-2022 | 05:01 am

ગોધરા હત્યાકાંડ: કોમી રમખાણોમાં મોદીને મૃત્યુદંડની સજા માટે તીસ્તા, શ્રીકુમાર, સંજીવ ભટ્ટે કાવતરું ઘડ્યું હતુંઅમદાવાદકૉપી લિંકશેર

ગોધરા હત્યાકાંડ બાદ રાજ્યમાં ફાટી નીકળેલા તોફાનો પછી ગુજરાતને બદનામ કરવા તથા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ આગેવાનોને બદનામ કરી સરકાર ઊથલાવવાના ષડયંત્રના કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટે) તીસ્તા શેતલવાડ, પૂર્વ ડીજી આર.બી. શ્રીકુમાર અને સસ્પેન્ડેડ આઈપીએસ સંજીવ ભટ્ટ સામે 6300 પાનાની ચાર્જશીટ મેટ્રો કોર્ટમાં ફાઈલ કરાઈ છે.મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ 164 હેઠળ નિવેદન લેવાયારમખાણોમાં મોદીને મૃત્યુદંડની સજા થાય તે માટે તીસ્તા આણી મંડળીએ કાવતરું ઘડ્યું હતું. મોદી સહિતના સામે ખોટા કેસો ઊભા કરી તેના ખોટા પુરાવા બનાવી આ કાવતરાને આગળ ધપાવવા તીસ્તાએ કોંગી સાંસદ સ્વ. અહેમદ પટેલ સાથે બેઠકો કરી રૂ. 30 લાખ મેળવ્યા હોવાનો દાવો ચાર્જશીટમાં કરાયો છે. સમગ્ર કેસમાં સીટે પોલીસ અધિકારી, કર્મચારીઓ સહિત 100 સાક્ષીના નિવેદન લીધા છે. 11 દસ્તાવેજી પુરાવા સામેલ કરાયા છે. જેમાં 4 વકીલ સહિત 7 લોકોના અલગ અલગ મેજિસ્ટ્રેટ સમક્ષ સીઆરપીસીની કલમ 164 હેઠળ નિવેદન લેવાયા છે.15 સાક્ષી એવા છે જેઓ અંગ્રેજી જાણતા નથી100 સાક્ષીઓમાં કોંગી નેતા શક્તિસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. જ્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર આઈપીએસ રાહુલ શર્માનું પણ સીટે નિવેદન લીધું છે. 15 સાક્ષી એવા છે જેઓ અંગ્રેજી જાણતા નથી પરંતુ તીસ્તાએ તેમના નામની બોગસ અંગ્રેજી એફિડેવિટ બનાવી સહીઓ કરાવી લીધી હતી. આ સાક્ષીઓ રમખાણોમાં ભોગ બનનારા હતા. ગુજરાત અસુરિક્ષત છે અને અહીં ન્યાય નહીં મળે તેવો ભ્રમ રમખાણગ્રસ્તોના મગજમાં પેદા કરી અને ગુજરાતથી બહાર કેસ ટ્રાન્સફર કરાવી ન્યાય અપાવવાની ખતારી પીડિતોને આપી હતી.દેશભરમાં ગુજરાતને બદનામ કરવાનો કારસો રચાયો હતોતીસ્તા, શ્રીકુમાર અને સંજીવ ભટ્ટે તૈયાર કરેલા બોગસ સોગંદનામા અલગ અલગ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ બોગસ પુરાવાના આધારે પોતાની ઈચ્છા મુજબ હુકમો મેળવવા તેમજ નિર્દોષ લોકોને ફસાવવાનું ષડયંત્ર ઘડ્યું હતું. જેના થકી ગુજરાતને સમગ્ર દેશમાં બદનામ કરવાનો કારસો રચ્યો હતો. આરોપીઓએ કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરી કોર્ટમાં ખોટી જુબાની આપી હતી.અન્ય અધિકારીઓને ફસાવવા માટે શ્રીકુમારે મદદ કરી હતીતીસ્તાના કાવતરાને આગળ વધારવામાં જૂની તારીખની ખોટી વિગતો અને ખોટી બાબતોનું રજિસ્ટર્ડ તથા ખોટા સોગંદનામા ઊભા કર્યા હતા. અન્ય પોલીસ અધિકારીઓએ રમખાણોમાં પોતાની ફરજનું પાલન કર્યું નથી અને કોમી તોફાનો કરાવવામાં સંડોવાયેલા હોવાના ખોટા આક્ષેપો કર્યા હતા. તેમજ ખોટી એફિડેવિટો પણ રજૂ કરી હતી. તીસ્તાના કાવતરાને આગળ વધારવામાં જૂની તારીખની ખોટી વિગતો અને ખોટી બાબતોનું રજિસ્ટર્ડ તથા ખોટા સોગંદનામા ઊભા કર્યા હતા. અન્ય પોલીસ અધિકારીઓએ રમખાણોમાં પોતાની ફરજનું પાલન કર્યું નથી અને કોમી તોફાનો કરાવવામાં સંડોવાયેલા હોવાના ખોટા આક્ષેપો કર્યા હતા. તેમજ ખોટી એફિડેવિટો પણ રજૂ કરી હતી.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER