Divya Bhaskar | 1 week ago | 05-08-2022 | 03:01 pm
ગુજરાત યુનિવર્સિટીમાં દર વર્ષે પદવીદાન સમારોહ યોજાય છે પરંતુ વર્ષમાં વચ્ચે ખાસ પદવીદાન સમારોહ પણ યોજવામાં આવે છે ત્યારે આજે પણ ખાસ પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ 9 વિદ્યાશાખાના 13652 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે.કુલ 13652 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈઆજે યોજાયેલ ખાસ પદવીદાન સમારોહમાં વિનયનના 2839,વિજ્ઞાનના 1383,ઇજનેરીના 60,કાયદાના 484, તબીબીના 1428, વાણિજ્યનાં 6077, દંત વિજ્ઞાનના 370, ફાર્મસીના 1 અને શિક્ષણ વિદ્યાશાખાના 1010 વિદ્યાર્થી એમ કુલ 13652 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ સમારોહમાં અલગ અલગ કુલપતિ,કુલ સચિવ,વિભાગીય ડીન, સિન્ડિકેટ-સેનેટ મેમ્બર અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.ફાર્મસીના માત્ર 1 વિદ્યાર્થીને પણ પદવી એનાયત કરાઈગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે ઇજનેરી અને ફાર્મસીના કોર્ષ દોઢ દાયકાથી ગુજરાત યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતા નથી છતાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓની ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા લીધી અને પાસ થનાર વિદ્યાર્થીઓમાંથી ઇજનેરીના 60 અને ફાર્મસીના માત્ર 1 વિદ્યાર્થીને પણ પદવી એનાયત કરવામાં આવી હતી.