GTU કેમ્પસનું ભુમિ પુજન: GTUનું નવું ગ્રીન કેમ્પસ ઓગસ્ટ 2024 સુધી 100 એકરમાં બનશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 23-09-2022 | 05:10 am

GTU કેમ્પસનું ભુમિ પુજન: GTUનું નવું ગ્રીન કેમ્પસ ઓગસ્ટ 2024 સુધી 100 એકરમાં બનશેઅમદાવાદકૉપી લિંકશેર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બીજા નોરતે જીટીયુના ગાંધીનગર પાસેના લેકવાડામાં 100 એકરમાં બનનારા નવા કેમ્પસનું ભુમિ પુજન કરશે. કેમ્પસ ઓગસ્ટ- 2024માં તૈયાર કરવાનું લક્ષ છે. સરકાર દ્વારા 275 કરોડ ગ્રાન્ટની ફાળવણી કરાઇ છે. નવું કેમ્પસ ગ્રીન થીમ આધારિત હશે.ઔષધીય છોડનું વાવેતર ​​​​​​નવા કેમ્પસમાં એક લાખ પુસ્તકો સાથેનું વિશાળ લાઈબ્રેરી, સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટ, એડમિન બિલ્ડિંગ, પરીક્ષા ભવન, ડેટા સેન્ટર, કુલપતિ, કુલસચિવના આવાસની કર્મચારીના ક્વાટર્સ રહેશે. વિદ્યાર્થીઓ માટે આધુનિક ઓડિટોરીયમ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ પણ તૈયાર કરાશે. નવા તૈયાર થનારા કેમ્પસમાં લીમડો, પીપળો સહિતના 5 હજાર વૃક્ષોની સાથે અરડૂસી વગેરે ઔષધીય છોડનું વાવેતર કરાશે. ખાસ સાઇકલ ટ્રેક પણ તૈયાર કરાશે.પ્રદૂષણ મુક્ત, ઈકો ફ્રેન્ડલી કેમ્પસ હશેજીટીયુનું નવું કેમ્પસ પ્રદૂષણ મુક્ત અને ઈક્રો ફ્રેન્ડલી બનાવાશે. ડ્રેનેજના પાણીને પણ રીસાઈકલ કરીને રીયુઝ કરવાની વ્યવસ્થા કરાશે. ગ્રીન કેમ્પસ તૈયાર કરવા પર ભાર અપાશે. આ ઉપરાંત સોલર એનર્જી થકી લગભગ 50 ટકા એનર્જીનંુ ઉત્પાદન થશે. નવું કેમ્પસ બે વર્ષમાં તૈયાર કરવાનું લક્ષ રખાયું છે. > ડો. નવિન શેઠ, કુલપતિ, જીટીયુ

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER