GTUના નવા કેમ્પસનું ભૂમિપૂજન: બીજા નોરતે કેન્દ્રીય ગૃહમંત્રી જીટીયુના નવા કેમ્પસનું ભૂમિપૂજન કરશે, ગાંધીનગરના લેકાવાડામાં 100 એકરમાં 17થી વધુ ભવન હશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 4 days ago | 22-09-2022 | 07:01 pm

GTUના નવા કેમ્પસનું ભૂમિપૂજન: બીજા નોરતે કેન્દ્રીય ગૃહમંત્રી જીટીયુના નવા કેમ્પસનું ભૂમિપૂજન કરશે, ગાંધીનગરના લેકાવાડામાં 100 એકરમાં 17થી વધુ ભવન હશેઅમદાવાદકૉપી લિંકશેર

રાજ્યની મોટી ટેક્નોલોજીક યુનિવર્સિટી અને ટેક્નિકલ શિક્ષણમાં દેશ- વિદેશમાં અગ્રગણ્ય યુનિવર્સિટીમાં નામના મેળવનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ને સરકાર દ્વારા ગાંધીનગર લેકાવાડા ખાતે 100 એકરની જમીન નવા બિલ્ડિંગના બાંધકામ માટે ફાળવવામાં આવી છે. જેનું આગામી તારીખ 27 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે ભૂમિપૂજન કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, રાજ્ય શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહિતના લોકો હાજર રહશે.2 વર્ષમાં નવું બિલ્ડિંગ બનાવી દેવાશેજીટીયુના કુલપતિ નવીન શેઠે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પણ વિશ્વની સર્વશ્રેષ્ઠ ટેક્નિકલ યુનિવર્સિટી બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યને સાકાર કરવા માટે જીટીયુ કટ્ટીબદ્ધ છે. જીટીયુના નવા બિલ્ડિંગનું બાંધકામ આગામી 2 વર્ષની સમય મર્યાદામાં પરિપૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સરકાર દ્વારા બાંધકામ માટે રૂપિયા 275 કરોડની ગ્રાન્ટ જીટીયુને મંજૂર કરવામાં આવી છે. નવું તૈયાર થતું કેમ્પસ ગ્રીન રેટીંગ ફોર ઈન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ (ગૃહ) અનુસાર સંપૂર્ણ ગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવશે.નવા કેમ્પસમાં 17થી વધુ ભવન હશેકેમ્પસમાં 17થી વધુ ભવનોની સ્થાપના કરવામાં આવશે. જેમાં સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટ, ઉપરાંત એડમિન બિલ્ડિંગ, પરીક્ષા ભવન અને ડેટા સેન્ટર, ગલ્સ અને બોય્ઝ હોસ્ટેલ, અદ્યતન સેન્ટર લાઈબ્રેરી, કુલપતિ અને કુલસચિવના બંગ્લોઝ, ક્લાસ- 2 અને 3 કેટેગરીના સ્ટાફ ક્વાર્ટઝ, કાફેટેરિયા, ફાર્મસીની રિસર્ચ સંબંધિત એનિમલ હાઉસ આ ઉપરાંત તમામ કર્મચારીઓને સવલત મળી રહે તે હેતુસર એટીએમ અને પોસ્ટ ઓફિસની સુવિઘા પણ પૂરી પાડવામાં આવશે.નવા કેમ્પસમાં 5 હજારથી વધુ વૃક્ષો હશેગ્રીન બિલ્ડિંગની થીમ પર બનાવવામાં આવતું નવું કેમ્પસ અંદાજીત 5000થી વધુ વૃક્ષોથી આચ્છાદિત હશે. જેમાં લીમડો, પીપળો, વડ, બોરસલી, ગુલમહોર, આંબલી વગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત 2000 સ્કેવર મીટરના ક્ષેત્રફળમાં આયુર્વેદીક ઔષધી પ્લાન્ટ પણ વાવવામાં આવશે. જેમાં અરડૂસી , અશ્વગંધા , આમળા, ગીલોય, જાંબુ વગેરે જેવા ઔષધીય છોડનું પણ વાવેતર કરવામાં આવશે. 100 ટકા શુદ્ધ અને પ્રદૂષણમુક્ત પ્રાકૃતિક વાતાવરણ મળી રહે તે માટે કોમન પાર્કિંગ રખાવીને સમગ્ર કેમ્પસમાં પરિવહન માટે 2.50 કિમીનો સાયકલ ટ્રેક બનાવવામાં આવશે.કેમ્પસ સોલર લાઈટથી સંચાલિત કરાશેઆ ઉપરાંત વિવિધ ભવનો પર 18000 સ્કેવ મીટરના ક્ષેત્રફળ પર સોલાર પેનલ લગાવીને સમગ્ર કેમ્પસ સોલર લાઈટથી સંચાલિત કરાશે. જેનાથી પુન:પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ સવિશેષ પ્રમાણમાં કરીને ગ્રીન હાઉસ ઈફેક્ટ્સ અને અન્ય પ્રકૃત્તિને નુકસાનકારક પ્રવૃત્તિ પર લગામ લગાવી શકાશે. આ સમગ્ર કેમ્પસનું બાંધકામ એક જ સમયમાં બાંધવામા આવશે. વધુમાં વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિને વેગ મળે તે માટે અદ્યતન ઓડિટોરીયમ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવામાં આવશે.

Google Follow Image

Latest NewsAHMEDABAD WEATHERAHMEDABAD WEATHER