GST: અમદાવાદના કર્ણાવતી, રાજપથ, સ્પોર્ટ્સ ક્લબ મેમ્બરોને 100 કરોડ પરત ચૂકવશેઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 5 days ago | 22-09-2022 | 05:01 am

GST: અમદાવાદના કર્ણાવતી, રાજપથ, સ્પોર્ટ્સ ક્લબ મેમ્બરોને 100 કરોડ પરત ચૂકવશેઅમદાવાદકૉપી લિંકશેર

કર્ણાવતી, રાજપથ તેમજ સ્પોટર્સ ક્લબે જીએસટી ડિપાર્ટમેન્ટ પાસેથી સર્વિસ ટેક્સના પૈસા પાછા લેવા સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટ ક્લબની તરફેણમાં ચુકાદો આપતા જીએસટી ડિપાર્ટમેન્ટને સર્વિસ ટેક્સના લીધેલા રૂ.100 કરોડ પરત કરવા આદેશ કર્યો હતો. જેમાં કર્ણાવતીએ રૂ.25 કરોડ, રાજપથ રૂ. 48 કરોડ અને સ્પોર્ટ્સ ક્લબે રૂ. 10 કરોડની રકમ પરત આવી છે. જે 35 હજાર જેટલા મેમ્બરોને પરત કરવામાં આવશે.સર્વિસ ટેક્સના પૈસા પરત કરશેસર્વિસ ટેક્સના પૈસા જીએસટી ડિપાર્ટમેન્ટ પાસેથી પાછા લેવા માટે ત્રણેય ક્લબ દ્વારા 2005થી કાયદાકીય લડત શરૂ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે 2017 સુધી એટલે 12 વર્ષ સુધી ઉઘરાવેલા સર્વિસ ટેક્સના પૈસા પરત કરવા આદેશ કર્યો છે. જેથી ત્રણેય ક્લબ મેમ્બરોને દિવાળી સુધીમાં આ સર્વિસ ટેક્સના પૈસા પરત ચૂકવી દેશે.17 હજાર સભ્યને 48 કરોડ ચૂકવાશેજેમની ખોટી રકમ ટેકસમાં જતી હતી. જે પરત લાવીને તેમને પરત આપવાની ક્લબની જવાબદારી બને છે. ક્લબે રૂ. 48 કરોડની રકમ મેમ્બરોને પરત કરવાનું શરૂ કર્યું છે. - જગદીશ પટેલ, પ્રમુખ,રાજપથ કલબGST સામે સુપ્રીમ સુધી લડત આપીકલબની લાંબી લડત બાદ સર્વિસ ટેકસની રકમ ડિપાર્ટમેન્ટ પાસેથી પરત મેળવી છે. જે મેમ્બરો સર્વિસ ટેક્સ ચુકવ્યો હતો તેમને પરત કરવા માટે જણાવ્યું છે.- કેતન પટેલ, સેક્રેટરી, કર્ણાવતી ક્લબ

Google Follow Image

Latest News



AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER