ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી: ચેમ્બરની જનરલ કેટેગરીમાં એકે ઉમેદવારી પાછી ખેંચી, ચૂંટણી ટળીઅમદાવાદકૉપી લિંકશેર

Divya Bhaskar | 1 week ago | 24-06-2022 | 05:10 am

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી: ચેમ્બરની જનરલ કેટેગરીમાં એકે ઉમેદવારી પાછી ખેંચી, ચૂંટણી ટળીઅમદાવાદકૉપી લિંકશેર

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં જનરલ કેટેગરી લોકલમાંથી મદનલાલ જયસ્વાલે ઉમેદવારી પરત ખેંચતા અંતે ચેમ્બરમાં ચૂંટણી ટળી છે. મદનલાલ જયસ્વાલને ફોર્મ પરત લેવા માટે સગાં-સંબંધી તેમજ મિત્રો અને ભાગીદારોએ ભારે દબાણ કર્યું હતું. જયસ્વાલ ફોર્મ પરત ખેંચે તે માટે સવારથી તેમના ઘરે બધાએ ધામા નાખ્યા હતાં. અંતે તેમણે ફોર્મ પાછું ખેંચ્યું હતું.તાજેતરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીને લઇને અનેક લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ અંતે એડીસી બેન્કના ચેરમેન અજય પટેલની એન્ટ્રી થતાં તેમના તમામ સમીકરણો બદલાઇ ગયા હતા. અજય પટેલ એન્ટ્રી પહેલા જે લોકોએ ઉમેદવારી માટે ફોર્મ લીધા હતા તેમણે ફોર્મ ભર્યા ન હોતા અને જેમણે ભર્યા હતા તેઓએ પરત ખેંચી લીધા હતા.માત્ર જનરલ કેટેગરી લોકલની 8 બેઠકોમાં 9 ઉમેદવારો હોવાથી ચૂંટણી યોજવી પડે તેવી સ્થિતિ હતી. પરંતુ અંતે મદનલાલ જયસ્વાલે પોતાનું ફોર્મ ગુરુવારે બપોરે પરત લઇ લીધું હતું. જેના કારણે ચેમ્બરની તમામ કેટેગરી બિનહરીફ ઉમેદવારો ચૂંટાઇ આવ્યા હતા. મદનલાલ જયસ્વાલે ભારે દબાણ વચ્ચે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. જયસ્વાલે ફોર્મ પરત લેતા ચેમ્બરનું ઇલેકશન ટળ્યું હતું અને તમામ બિન હરીફ ચૂંટાયા હતા.

Google Follow Image

Latest News


  1. અગ્નિવીરો માટે જોબ ઓફર: દેશના બિલ્ડર્સ એસોસિએશનના 1.50 લાખ સભ્યોએ કરી અગ્નિવીર તાલીમાર્થીઓને નોકરી આપવાની જાહેરાતઅમદાવાદકૉપી લિંકશેર
  2. પૂર્વ પ્રોફેસરની એરહોસ્ટેસ પત્નીની ફરિયાદ: પતિનો બાકી પગાર લેવા જતા કોલેજના ડાયરેક્ટર-મહિલા કર્મચારીએ માર માર્યો', ડાયરેક્ટરે નોંધાવી સામી ફરિયાદઅમદાવાદકૉપી લિંકશેર
  3. જ્યુડિશિયલ કસ્ટડી: તિસ્તાએ સાબરમતી જેલમાં સુરક્ષાની માગ કરતાં સરકારી વકીલનો વિરોધ, કહ્યું- સ્પેશિયલ કેદી નથીઅમદાવાદકૉપી લિંકશેર
  4. કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં સતત ચોથા દિવસે 500થી વધુ કેસ, 24 કલાકમાં 580 નવા કેસ સામે 391 દર્દી ડિસ્ચાર્જ થયાઅમદાવાદકૉપી લિંકશેર
  5. અમદાવાદમાં ફાયરિંગની ઘટના: દારૂના નશામાં ધૂત વેપારીએ શ્વાન લઈને ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી દીધી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યુંઅમદાવાદકૉપી લિંકશેર

Other Latest News


AHMEDABAD WEATHERAHMEDABAD WEATHER