Divya Bhaskar | 1 week ago | 22-06-2022 | 05:01 am
આ ગુજરાત છે જ્યાં કાનુડો દરેકના હૈયે વસે છે. લોકો એકબીજાનું ‘મહાદેવ હર’ કહીને અભિવાદન કરે છે. જ્યાં ગાંધી અને સરદારની અલખ હજુ ગૂંજી રહી છે. એક તરફ દરિયાલાલ રખેવાળ બનીને ઊભા છે તો બીજી તરફ ગરવો ગિરનાર આકાશને આંબી રહ્યો છે. જે અમીરાત ગુજરાત પાસે છે તે બહુ ઓછા રાજ્યો પાસે હશે. અહીં દરિયો (1600 કિમી લાંબો) છે, સૂરજ (સૂર્યમંદિર) છે, ચંદ્ર (સફેદ રણ) છે, આંતરરાષ્ટ્રીય સરહદ (નડા બેટ) છે, જંગલ (ગીર) છે, હવા (સાપુતારા) છે, શક્તિપીઠ (અંબાજી) છે, વારસો (રાણકી વાવ) છે અને દુનિયાની સૌથી મોટી પ્રતિમા (સ્ટેચ્યૂ ઓફ યુનિટી)પણ છે.અહીં દુનિયાનો સૌથી લાંબો ચાલતો ડાન્સ ફેસ્વિટલ એટલે કે ગરબા ઉત્સવ, કચ્છના રણમાં રણોત્સવ, અમદાવાદની પોળો સહિતનાં સ્થળોએ પરંપરાગત, જળોત્સવ, પંચમહોત્સવ જેવા અનોખા ઉત્સવો પણ યોજાય છે, તો અહીં મન ભરીને માણી શકાય એવા પરંપરાગત મેળા પણ ભરાય છે. ગુજરાત પાસે ભવ્ય ઇતિહાસ છે, સુંદર વર્તમાન છે અને ઉજ્જવળ ભવિષ્ય પણ છે.2025માં ગુજરાતમાં દર ત્રીજી વ્યક્તિ યુવા હશે, એમાં દર બીજી છોકરીઈન્ટરનેશનલ ઓલિમ્પિક્સના પ્રતિનિધિઓ ગુજરાત આવશેધર્મનું કેપિટલ - દુનિયાની સૌથી મોટી બિનસરકારી ઇવેન્ટનું આયોજનલોકોની માથાદીઠ આવક પણ વધશે, ખર્ચ તેથી લોકોની ખર્ચ કરવાની શક્તિ પણ વધશે2025 સુધી ગુજરાત રિન્યુએબલ એનર્જી કેપિટલ બની જશેઇનોવેશન - સ્ટાર્ટઅપની સંખ્યા 5 હજારને આંબી જશેઅર્બન ગુજરાત- અહીં શહેરની સુવિધાઓને પણ લોકો ભૂલી જાય એવા ગામડાં હશેખેતી અને કનેક્ટિવિટીઃ આ બંને બાબતમાં પણ ગુજરાત ટોચ પર હશેગ્લોબલ ગુજરાત - વિદેશોમાં ગુજરાતીઓની બોલબાલા વધશે